Home /News /entertainment /Moving In With Malaika:ફિલ્મોમાં કામ કેમ નથી કરતી મલાઈકા? કારણ જાણીને તમે પણ ચોંકી જશો
Moving In With Malaika:ફિલ્મોમાં કામ કેમ નથી કરતી મલાઈકા? કારણ જાણીને તમે પણ ચોંકી જશો
મલાઈકા અરોરા (ફાઈલ ફોટો)
મલાઈકા અરોરા (Malaika Arora)ના નવા શો મૂવિંગ વિથ મલાઈકાનો પહેલો એપિસોડ ટેલિકાસ્ટ થઈ ગયો છે. આ એપિસોડમાં મલાઈકાએ પ્રાઈવેટથી લઈને પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરી છે.
મુંબઈઃ Malaika Arora New Show: મલાઈકા અરોરા (Malaika Arora)નો નવો શો લાંબા સમયથી ચર્ચાઓનો ભાગ બન્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી પોપ્યુલારિટી મેળવ્યા બાદ તેણીના શો મૂવિંગ વિથ મલાઈકાનો પહેલો એપિસોડ ટેલિકાસ્ટ થઈ ગયો છે. પહેલા એપિસોડમાં મલાઈકાએ પોતાના ડરથી લઈને પર્સનલ વાત વિશે પણ વાત કરી છે. મલાઈકા અરોરા શો પર જણાવે છે કે છેલ્લે તેણી જણાવે છે કે આખરે તેણીએ ફિલ્મોમાં કામ કેમ નથી કર્યુ.
મલાઈકા અરોરાને ફિલ્મોમાં આ વાતોનો લાગે છે ડર
મલાઈકા અરોરાએ ફિલ્મોમાં કામ ના કરવાને લઈને ખુલીને વાત કરી છે. મલાઈકા શો પર ફરાહ ખાન પછી પોતાની મેનેજર એકતા સાથે વાત કરતી જોવા મળે છે. એટલું જ નહીં મલાઈકાની મેનેજર તેણીને પૂરી રીતે સમજાવે પણ છે કે તેણીએ ફિલ્મોમાં કામ કરવું જોઈએ. મલાઈકા આ વાત પર પહેલા તો મૌન સાધી લે છે અને પછી કહે છે કે તેણી સ્ક્રિપ્ટને ટાળી નથી રહી.
મલાઈકા અરોરા જણાવે છે કે તેણીને ફિલ્મોની શૂટિંગ દરમિયાન ડાયલોગ બોલવામાં તકલીફ પડે છે. ડાયલૉગ્સને ઘણા બધા લોકો સામે યાદ કરીને બોલવામાં કમ્ફર્ટેબલ નથી. સાથે જ મલાઈકાએ જણાવ્યુ કે કેમેરા સામે ઈમોશન્સ સાથે યાદ કરેલા ડાયલોગ્સ બોલવાનું તેનાથી નથી થતું.
મલાઈકા અરોરા ફરાહ ખાન સાથે વાત કરતા જણાવે છે કે તેણીના અને અરબાઝ ખાનના સંબંધમાં બધું પરફેક્ટ હતું પણ ફિલ્મ દબંગ રિલીઝ બાદ વસ્તુઓ બદલાઈ ગઈ. અરબાઝ અને તેણીના સંબંધમાં ઝઘડા અને નેગેટિવિટી આવી ગઈ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર