સની દેઓલને 'ગદર' માટે મળ્યું હતું સન્માન, કેમ ગુસ્સામાં Award બાથરૂમમાં મૂકી આવતા રહ્યા હતા?

સની દેઓલને એવોર્ડ કાર્યક્રમમાં ગુસ્સો આવ્યો હતો (ફાઈલ ફોટો)

સની દેઓલ (sunny deol)ની ગદર એક પ્રેમ કથા ફિલ્મ (gadar ek prem katha movie)આજે પણ લાખો ચાહકોના મનમાં વસેલી છે.

  • Share this:
Bollywood : સની દેઓલ (sunny deol)ની ગદર એક પ્રેમ કથા ફિલ્મ (gadar ek prem katha movie)આજે પણ લાખો ચાહકોના મનમાં વસેલી છે. તાજેતરમાં આ ફિલ્મની રીલીઝના 20 વર્ષ પુરા થયા છે. આ ફિલ્મમાં ગુસ્સામાં લાલ આંખ ધરાવતા સની દેઓલને આજે પણ કોઈ ભૂલી શક્યું નથી. આ ફિલ્મના ડાયલોગ (gadar dialogues) અમર થઈ ગયા છે. ગીતો પણ યાદ કરવામાં આવે છે. પાકિસ્તાનમાં જઈ સની દેઓલે હેન્ડપમ્પ ઉખાડ્યો તે દ્રશ્ય જોઈ થિયેટર તાળીઓ, સિટીથી ગુંજી ઉઠ્યા હતા. આ ફિલ્મને એવોર્ડ મળ્યો ત્યારે પણ સનીને ગુસ્સો આવ્યો હોવાનું જાણવા મળે છે.

ગદર એક પ્રેમ કથા ફિલ્મ સુપર ડુપર હિટ હતી. તેની સફળતા પાછળ સ્ક્રીપ્ટ, ગીતો, પિકચરાઇઝેશન સહિતની બાબતોનું યોગદાન હતું. આ ફિલ્મમાં એક્ટ્રેસ અમિષા પટેલની માસુમિયતે દર્શકોના દિલ જીતી લીધા હતા. ગદર માટે બેસ્ટ ક્રિટિકસ એકટર ચોઇસ એવોર્ડથી સની દેઓલને સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે, સની તેનાથી ખુશ નહોતા. જેથી તેઓ તે એવોર્ડ બાથરૂમમાં છોડીને આવતા રહ્યા હતાં. આવું કરવા પાછળનું કારણ પણ આંચકાજનક હતું.

આ પણ વાંચોપ્રેગનન્સીથી અજાણ યુવતી આખી રાત કરતી રહી પાર્ટી, સવારે ઉપડ્યો પેટમાં દુખાવો અને હાથમાં આવી ગયું બાળક

આમિર ખાનની લગાન અને સની દેઓલની ગદર એક પ્રેમ કથા 15 જૂન 2001ના રોજ રિલીઝ થઈ હતી. એક જ દિવસે રિલીઝ થઈ હોવા છતાં બન્ને ફિલ્મો હિટ રહી હતી. પરંતુ એવોર્ડમાં લગાનને સ્થાન મળ્યું, ગદરને ના મળ્યું. લગાનને બેસ્ટ ફિલ્મ અને આમિર ખાનને બેસ્ટ એકટરનો એવોર્ડ મળ્યો હતો.

આ એવોર્ડ કાર્યક્રમમાં સન્ની દેઓલે પણ હાજરી આપી હતી. કેટલાક લોકોએ તેમને ઉશ્કેર્યા હતા કે, તેમને આ શોમાં અપમાન કરવા માટે બોલાવવામાં આવ્યા છે. જો કે, બેસ્ટ ક્રિટિક્સ એક્ટરનો ચોઈસ એવોર્ડ ખાસ સની દેઓલ માટે રાખવામાં આવ્યો હતો. આ એવોર્ડ માટે બોલાવવામાં આવતા સની સ્ટેજ પર આવ્યા હતા. પરંતુ કંઈ પણ બોલ્યા વિના એવોર્ડ લઈ ચાલ્યા ગયા હતા. સન્નીએ બાથરૂમમાં તેનો એવોર્ડ મૂકી દીધો હોવાની જાણ શો પૂરો થયા બાદ આયોજકોને થઈ હતી.

આ પણ વાંચો - ગુજરાતમાં Ampere પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 27,000 રૂપિયા સુધી ઘટાડી દીધી, જાણો બધું જ

આ સમગ્ર ઘટનાનો ખુલાસો કરતા ઝી ટેલિફિલ્મ્સના ભૂતપૂર્વ સીઈઓ સંદીપ ગોયલે પોતાના પુસ્તક 'ઓનસ્ટી ટુ ગોડ'માં જણાવ્યું હતું કે, ગદર એક પ્રેમ કથા ઝી ટેલિફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ હતી. એવોર્ડ ફંક્શન પણ ઝીનું હતું. તેથી તેમની ફિલ્મની જગ્યાએ લગાનને એવોર્ડ અપાયો હતો.
First published: