સેક્સુઅલી ઍક્ટિવ છે કંગના રનૌત, ખબર પડતા આવું હતું તેના પેરેન્ટ્સનું રિઍક્શન
સેક્સુઅલી ઍક્ટિવ છે કંગના રનૌત, ખબર પડતા આવું હતું તેના પેરેન્ટ્સનું રિઍક્શન
કંગના રનૌતનો બોલ્ડ અંદાજ
કંગનાએ કહ્યું કે, "સેક્સ દરેકની લાઈફનો એક મહત્વનો હિસ્સો છો, પરંતુ જ્યારે પણ તમને સેક્સની જરૂરિયાત ઉદ્દભવે તમારે કરવું જોઈએ. તેનાથી ઑબ્સેસ્ડ થવાની જરૂર નથી."
બૉલીવુડ ઍક્ટ્રેસ કંગના રનૌતે એક મીડિયા સમિટમાં ઘણાં બોલ્ડ મુદ્દાઓ પર ખૂલીને પોતાનો મંતવ્ય જણાવ્યો. ઍક્ટ્રેસ કંગના રનૌતે રિલ્શનશિપ સાથે જોડાયેલા એક સવાલ પર પોતાના વિષે વાત કરતા કહ્યું કે જ્યારે તેમના માચા-પિતાને ખબર પડી કે તે સેક્સુઅલી ઍક્ટિવ છે. એ સમયે તેઓ ચોંકી ઉઠ્યા હતા. આ સાથે આગળ ઍક્ટ્રેસ કંગના રનૌતે કહ્યું કે માતા-પિતાએ આ વાત સાથે કંફર્ટેબલ રહેવું જોઈએ કે તેમના બાળકોના સેક્સુઅલ પાર્ટનર છે. તેમણે એ વાતની જવાબદારી લેવી જોીએ કે બાળકો સંતુલિત સેક્સ કરે અને પ્રોટેક્શનનો ઉપયોગ કરે.
પિંકવિલાની એક ખબર અનુસાર કંગનાએ કહ્યું કે પાર્ટનર બદલવું સારી વાત નથી, તે તમારી સિસ્ટમ બગાડશે. પાર્ટનર ન બદલવાને લઈને ગાઢ વિજ્ઞાન છે, જે એ વાત દર્શાવે છે કે તેના ઘાતક પરિણામ આવે છે. તેણે કહ્યું કે લોકોએ એકથી વધારે સેક્સ પાર્ટનર ન રાખવા જોઈએ. અને ટીનેજર્સે સૅફ સેક્સ પર ફોકસ કરવું જોઈએ. તેણે કહ્યું કે સેક્સને લઈને ઘણાં પ્રકારના વિચારો છે, પણ આ બધું મિક્સ કરીને ગંદું કૉકટેલ બની ગયું છે.
કંગનાએ જણાવ્યું તે પરદાદા-પરદાદીને થાળીઓ પર એક્સચેંજ કરાયા હતા, અને તેમને કહેવામાં આવ્યું હતું કે આ તમારા પતિ અને તમારી પત્ની છે. તેનાથી તમારા સેક્સુઅલી ઈમોશન્સ સંપૂર્ણ રીતે એ જ શખ્સ તરફ ટ્રાન્સફર થવાનું શરૂ કરે છે.
પિંકવિલા અનુસાર કંગનાએ કહ્યું કે, "સેક્સ દરેકની લાઈફનો એક મહત્વનો હિસ્સો છો, પરંતુ જ્યારે પણ તમને સેક્સની જરૂરિયાત ઉદ્દભવે તમારે કરવું જોઈએ. તેનાથી ઑબ્સેસ્ડ થવાની જરૂર નથી."
કંગનાએ કહ્યું કે મહત્તમ લોકોના પેરેન્ટ્સ વિચારે છે કે આપણા પવિત્ર પુસ્તકો આપણને સેક્સની અનુમતી નથી આપતી. પરંતુ એવું નથી. બ્રહ્મચારી લોકો પોતાની સેક્સુઅલ એનર્જી બીજી કોઈ ઊર્જામાં બદલવાની તરકીબો અજમાવે છે.