Home /News /entertainment /શું પ્રેગ્નેન્સીના કારણે સ્વરાએ ઉતાવળે કર્યા લગ્ન? વાયરલ ફોટોથી શરુ થઈ અટકળો, જાણો હકીકત
શું પ્રેગ્નેન્સીના કારણે સ્વરાએ ઉતાવળે કર્યા લગ્ન? વાયરલ ફોટોથી શરુ થઈ અટકળો, જાણો હકીકત
એક ફોટોથી શરુ થઈ પ્રેગ્નેન્સીની અટકળો
સ્વરા ભાસ્કરનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં ફેન્સને કંઈક એવું લાગ્યુ કે તેઓ સ્વરા ભાસ્કરની પ્રેગ્નેન્સીની અટકળો લગાવવા લાગ્યા છે. સ્વરા ભાસ્કરના આ ફોટો તેની મહેંદી સેરેમનીના છે.
મુંબઈઃ દીયા મિર્ઝા હોય કે આલિયા ભટ્ટ... આ બે સિવાય બોલિવૂડની ઘણી હસીનાઓ છે જે લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. ત્યાં સુધી કે દીયાએ છાનામાના લગ્ન પણ કરી લીધા અને બાદમાં ફોટો શેર કર્યા હતાં. હાલ લગ્ન બંધનમાં બંધાયેલી એક્ટ્રેસ સ્વરા ભાસ્કરની પણ પ્રેગ્નેન્સીની ખબર સામે આવી રહી છે. તેની પાછળનું કારણ છે સ્વરા ભાસ્કરના નારંગી રંગના ડ્રેસવાળા ફોટો. સ્વરાના આ ફોટો લગ્નના ફંક્શનના છે, જેના પરથી ફેન્સ પ્રેગ્નેન્સીની અટકળો લગાવી રહ્યા છે.
મહેંદી સેરેમનીના ફોટો વાયરલ
સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહમદ સાથે પહેલા કોર્ટ મેરેજ કર્યા અને બાદમાં ધામધૂમથી લગ્ન કર્યા. આ લગ્નના ફંક્શનની સ્વરાએ હલ્દીથી લઈને મહેંદી સુધીના ફોટો શેર કર્યા છે. આ ફોટો આવ્યા બાદ ફેન્સ એક પરથી સ્વરાની પ્રેગ્નેન્સીની અટકળો લગાવી રહ્યા છે.
સ્વરા ભાસ્કરે પોતાના મહેંદી ફંક્શન માટે નારંગી રંગનો ડ્રેસ પસંદ કર્યો હતો. સ્વરાનો આ ડ્રેસ પેટથી ખૂબ જ ઢીલો હતો. એક્ટ્રેસે જ્યારે નારંગી ડ્રેસમાં ફોટો શેર કર્યા તો ફેન્સ સોશિયલ મીડિયા પર સતત પ્રેગ્નેન્સીને લઈને કોમેન્ટ્સ કરવા લાગ્યા. મોટાભાગના યુઝર્સ કોમેન્ટ્સ કરીને પુછી રહ્યા છે કે શું તેણી પ્રેગ્નેન્ટ છે?
લગ્નમાં પહેરી લાલ સાડી
સ્વરા ભાસ્કરે હાલમાં કોર્ટ મેરિજ બાદ ધૂમધામથી લગ્ન કર્યા હતાં. ખાસ કરીને સ્વરાએ આ લગ્વ પોતાના નાનાજીના દિલ્હી સ્થિત ફાર્મહાઉસમાં કરી હતી. આ લગ્નમાં સ્વરાએ અમુક ખાસ મિત્ર અને પરિવારના લોકોને સામેલ કર્યા હતાં. સ્વરા ભાસ્કર તેલુગુ દુલ્હનની જેમ તૈયાર થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્વરા ભાસ્કર અને ફહાદ અહમદ પારંપારિતક રીતે લગ્ન કરવા નહતા માંગતા. આ જ કારણે બંનેઅ લગ્નમાં ના તો નિકાહ પઢ્યા અને ના તો સાત ફેરા લીધા. આના વગર જ બંનેએ લગ્ન કર્યા હતાં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર