Wajid Khanના નિધન પર પ્રિયંકા ચોપરા, સોનુ નિગમ સમેત આ સેલેબ્રિટીએ વ્યક્ત કર્યો શોક

News18 Gujarati
Updated: June 1, 2020, 10:37 AM IST
Wajid Khanના નિધન પર પ્રિયંકા ચોપરા, સોનુ નિગમ સમેત આ સેલેબ્રિટીએ વ્યક્ત કર્યો શોક
વાજીદ ખાન સાથે સોનુ નિગમ અને પ્રિયંકા ચોપરા

  • Share this:
બોલિવૂડએ વર્ષ 2020માં અનેક જાણીતી સેલેબ્રિટી અને સ્ટારને ગુમાવ્યા છે. ઇરફાન ખાન, ઋષિ કપૂર પછી સંગીતકારની જોડી સાજીદ-વાજીદ (Sajid Wajjid)ના વાજીદ ખાન (Wajid Khan Pass Away)ની 42 વર્ષની ઉંમરે રવિવાર રાતે નિધન થયું છે. વાજિદએ સિંગર તરીકે સલમાન ખાન માટે હમકા પીની હૈ, મેરી હી જલવા સમેત અનેક હિટ ગીતો ગાયા છે. આ ખબરે બોલિવૂડને હચમચાવી દીધું છે. અનેક લોકોને આ વાત પર હજી વિશ્વાસ થતો નતી. વાજીદના નિધનની ખબર જાણીને પ્રિયંકા ચોપરા, સોનુ નિગમ સમેત અનેક સેલેબ્રિટીએ શોક વ્યક્ત કર્યો છે. અને તેમને શ્રદ્ધાજંલિ અર્પી છે.

ટીવી અને સિનેમા જગતની વિશ્વસનીય ખબર રાખતા સલિલ અરુણકુમાર સંડે ન્યૂઝ18ને જણાવ્યું કે વાઝિદને કિડનીની સમસ્યા હતા. જેના કારણે તેને 60 દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા તેમની કિડની ટ્રાંસપ્લાંટ કરાવવામાં આવી હતી. ત્રણ દિવસ પહેલા તેમનામાં કોરોનાના લક્ષણ નજરે પડ્યા હતા. જો કે તેમની મોતનું કારણ કાર્ડિએક અરેસ્ટ હતું. તેમને ડાયાબિટીસ પણ હતું. સલિલ અરુણ મુજબ વાજીદને વર્સોવાના કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાખ કરવામાં આવશે.વાજીદના નિધનની ખબર જાણીને પ્રિયંકા ચોપરાને ખૂબ જ દુખ થયું. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરતા કહ્યું કે આ ખુબ જ દુખની ખબર છે. એક વાત મને જે હંમેશા યાદ રહેશે તે છે વાજીદ ભાઇનું હાસ્ય. તે હંમેશા હસતા રહેતા હતા. અને ખૂબ જ જલ્દી તે જતા રહ્યા. તેમના પરિવારમાં શોકમાં ડૂબેલા લોકો માટે મારી સાંત્વના. તમારી આત્માને શાંતિ મળે મારા મિત્ર. હું તમને મારી પ્રાર્થના અને વિચારોમાં હંમેશા રાખીશ.
View this post on Instagram

My Brother Wajid left us.

A post shared by Sonu Nigam (@sonunigamofficial) onઆ સિવાય વાજીદ ખાનના ખાસ મિત્ર સોનુ નિગમે પણ ઇન્સ્ટાગ્રામ પર તેની જૂની તસવીર શેર કરીને કહ્યું કે મારો મિત્ર મને છોડીને જતો રહ્યો.
અભિનેતા વરુણ ધવને પણ પોતાના ટ્વિટર પર વાજીદની એક તસવીર શેર કરી છે. જેમાં તે ડેવિડ ધવનની સાથે નજરે પડે છે. આ તસવીર સાથે વરુણ ધવને લખ્યું કે હું આ ખબર સાંભળને શોકગ્રસ્ત છે. વાજીદ ભાઇ મારા અને મારા પરિવારની ખૂબ જ નજીક હતા. તે એક પોઝિટિવ વ્યક્તિ હતા. અમે હંમેશા તમને યાદ કરીશું અને તમારા સંગીત માટે આભાર.


વાજીદના નિધનની એક્ટ્રેસ પરીણિતી ચોપડા પર શોકગ્રસ્ત થઇને ટ્વિટમાં લખ્યું હતું કે વાજીદ ભાઇ એક સારા માણસ હતા. તે હંમેશા હસતા રહેતા. હંમેશા ગાતા રહેતા. તેમનું દરેક મ્યુઝિક સેશન યાદગાર રહેશે. તમને ખૂબ જ યાદ કરીશું વાજીદ ભાઇ.


મીકા સિંહે લખ્યું કે આ બધા માટે ખૂબ જ દુખદ સમાચાર છે. અને સૌથી પ્રતિભાશાળી ગાયક અને સંગીતકાર જેણે આટલા હિટ આપ્યા છે તેવા મારા મોટા ભાઇ વાજિદ ખાન આપણને છોડીને જતા રહ્યા છે. અલ્લાહ તેમની આત્મનાને શાંતિ આપે. હું હંમેશા તમને પ્રેમ કરતો રહીશ અને ભાઇ તમને હંમેશા યાદ કરતો રહીશ. તમારું સંગીત સદાબહાર છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને આનાથી મોટું નુક્શાન થયું છે.


સંગીતકાર સલીમ મર્ચન્ટે વાજીદના નિધન પર ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું છે કે હું સાજીદ-વાજીદ ફેમ પોતાના ભાઇ વાજીદ ખાનના નિધનની ખબરથી તૂટી ગયો છું. અલ્લાહ તેમના પરિવારને શક્તિ આપે. તમારી યાત્રા સુરક્ષિત રહે. તું બહુ જલ્દી જતો રહ્યો. ફિલ્મ ફેટર્નિટીને તેનાથી મોટું નુક્શાન થયું છે. હું શોકગ્રસ્ત છું અને પૂરી રીતે તૂટી ગયો છું.
First published: June 1, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading