જાણો PM મોદીની બાયોપિકે 7 દિવસમાં કેટલી કમાણી કરી?

News18 Gujarati
Updated: June 2, 2019, 7:09 AM IST
જાણો PM મોદીની બાયોપિકે 7 દિવસમાં કેટલી કમાણી કરી?
વિવેક ઓબેરોય  ની ફિલ્મ 'PM Narendra Modi' ની 7 દિવસમાં બોક્સ ઓફિસ પર કમાણી

વિવેક ઓબેરોય  ની ફિલ્મ 'PM Narendra Modi' ની 7 દિવસમાં બોક્સ ઓફિસ પર કમાણી

  • Share this:
વિવેક ઓબેરોય સ્ટારર આ ફિલ્મ ઘણાં વિવાદો અને ઘણી મહેનતો બાદ ફાઈનલી 24 મે એ રિલીઝ થઈ. આ ફિલ્મ બીજેપી અને પીએમ મોદીની મોટી જીત બાદ રિલીઝ થઈ. તેમની જીત જોઈને જ માની લેવામાં આવ્યું કે તેમની બાયોપિક તાબડતોડ કમાણી કરનારી છે. વિવેક ઓબેરોયે આ ફિલ્મના પ્રમોશન માટે પણ ઘણી મહેનત કરાઈ હતી. 24 મે ના દિવસે રિલીઝ થયેલ આ ફિલ્મના 7 દિવસના આંકડા સામે આવ્યા છે.

તાજેતરમાં, ટ્રેડ નિષ્ણાત તરણ આદર્શે આ ફિલ્મને લગતા આંકડા શેર કર્યા છે. જો આ આંકડા જોવામાં આવે તો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કામગીરી કરી રહી છે. અંદાજ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકે સાત દિવસમાં આશરે 19.21 કરોડની કમાણી કરી છે. તરણ આદર્શના જણાવ્યા પ્રમાણે, ફિલ્મ પ્રથમ દિવસે 2.88 કરોડ, બીજા દિવસે 3.76 કરોડ, ત્રીજા દિવસે 5.12 કરોડ, ચોથા દિવસે 2.41 લાખ, પાંચમા દિવસે 2.02 કરોડ, છઠ્ઠા દિવસે 1.71 કરોડ અને સાતમા દિવસે 1.31 કરોડની કમાણી કરી હતી. એકંદરે, ફિલ્મ 19.21ની કરોડ કમાણી કરી ચૂકી છે.જોકે આ ફિલ્મના નિર્માતાઓ અને ચાહકોની અપેક્ષાઓ ખૂબ ઊંચી હતી. ખાસ કરીને આ ફિલ્મને આવતા અઠવાડિયે તગડી ટક્કર મળી સકે છે. 5 જૂન ના રોજ સલમાન ખાનની 'ભારત' રિલીઝ થઈ રહી છે. આપને જણાવી દઈએ કે આ વડા પ્રધાન મોદીની બાયોપિક સમગ્ર દેશમાં 1200 સ્ક્રીનો પર રજૂ કરાયી હતી.વિવેક ઓબેરોયે આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાળપણથી લઈને ચા વેચવા અને વડા પ્રધાન સુધીની સફર બતાવવામાં આવી છે. ઓમંગ કુમાર નિર્દેશિત આ ફિલ્મમાં વિવેક ઓબેરોય સિવાય બોમન ઈરાની, દર્શન કુમાર, વહીદા રહેમાન, મનોજ જોશી અને બરખા બિષ્ટ-સેનગુપ્તા પણ મુખ્ય ભૂમિકામાં છે.કેસર અસલી છે કે નકલી? આવી રીતે ચકાસો
First published: June 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading