Home /News /entertainment /વિવેક અગ્નિહોત્રીએ કર્યુ એલાન, હવે 'ધ કાશ્મીર ફાઈલ્સ અનરિપોર્ટેડ' પણ બનાવીશ
વિવેક અગ્નિહોત્રીએ કર્યુ એલાન, હવે 'ધ કાશ્મીર ફાઈલ્સ અનરિપોર્ટેડ' પણ બનાવીશ
વિવેક અગ્નિહોત્રી ફિચર ઈમેજ
The Kashmir Files Controversy: IFFI 2022થી શરુ થયેલો વિવાદ હવે નવો વળાંક લઈ રહ્યો છે. જ્યૂરી નાદવ લાપિડના નિવેદન બાદ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' એક વાર ફરી વિવાદોનો સામનો કરી રહી છે.
મુંબઈઃ The Kashmir Files Controversy: કાશ્મીરી પંડિતોનું દુઃખ લોકો સુધી પહોંચાડનારી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' (The Kashmir Files) એકવાર ફરી વિવાદોનો ભાગ બની છે. આ વિવાદોની વચ્ચે ફિલ્મ ડિરેક઼્ટર વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri)એ એક મોટું એલાન કરીને સૌ કોઈને હેરાન કરી દીધા છે. ફિલ્મ ડિરેક્ટરે એક ઈન્ટરવ્યુ દરમિયાન 'ધ કાશ્મીર ફાઈલ્સ'ની આગલી કડી 'ધ કાશ્મીર ફાઈલ્સ- અનરિપોર્ટેડ' પણ બનાવશે.
હકીકતમાં ગોવામાં યોજાયેલ IIFI 2022ના ઈવેન્ટમાં જ્યુરીમાં સામેલ ઈઝરાયેલના ફિલ્મમેકર નાદવ લાપિડ (Nadav Lapid)એ 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને વલ્ગર અને પ્રોપોગેન્ડા ફિલ્મ કહીને વિવાદની શરુઆત કરી હતી. જેથી એકવાર ફરી તે વિવાદનું કારણ બની છે. જેનાથી લોકો બે વિભાગમાં વહેંચાઈ ગયા છે. જેમાંથી એક ફિલ્મને સપોર્ટ કરે છે, તેમજ અમુક સ્ટાર્સ નાદવના આ નિવેદન પર પોતાની સહમતિ દર્શાવી રહ્યા છે.
IFFI 2022, 28 સપ્ટેમ્બરે સમાપ્ત થયુ હતું. ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં છેલ્લા દિવસે જ્યૂરી નાદવ લાપિડે કહ્યુ કે, તેને ધ કાશ્મીર ફાઈલ્સ જોઈને લાગ્યુ કે આ ફિલ્મ વલ્ગર અને પ્રોપોગેન્ડા બેસ્ડ છે. આ નિવેદન સામે આવતા ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને ફિલ્મ એક્ટર અનુપમ ખેરનું નિવેદન સામે આવ્યુ. અનુપમ ખેરે આ મામલે પોતાની વાત મુકતા કહ્યુ, ભગવાન તેમને સદ્ બુદ્ધિ આપે.
આ પૂરા વિવાદ વચ્ચે વિવેક અગ્નિહોત્રીએ એલાન કરીને તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે, "ધ કાશ્મીર ફાઈલ્સ કાશ્મીરી પંડિતોના પલાયન બેસ્ડ ફિલ્મ હતી. હવે વિવેકે 'ધ કાશ્મીર ફાઈલ્સ- અનરિપોર્ટેડ' બનાવવાનું એલાન કર્યુ છે. જોકે આ ફિલ્મને લઈને ડિરેક્ટરે વધારે કોઈ જાણકારી શેર કરી નથી.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર