નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને બોલિવૂડની ટોપ એક્ટ્રેસ પૈકીની એક તેની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) ક્યારેક જ પોતાની તસવીરોને લઈ ચર્ચામાં આવે છે. તેમની રજાઓ માણવાની તસવીરો પહેલા પણ ઇન્ટરનેટની દુનિયામાં ચર્ચાસ્પદ રહી છે. હવે લૉકડાઉન (Lockdown)ની વચ્ચે આવી જ એક તસવીર શૅર કરવામાં આવી છે જે બંનેના સ્વિત્ઝરલેન્ડ (Switzerland)માં રજાના દિવસોની છે. તેમાં આ સુંદર જોડી એક સેલ્ફી લઈ રહી છે જે દરમિયાન એક્ટ્રેસ પોતાના પતિને કિસ કરવાનો પ્રયાસ કરી રહી છે.
વિરાટ કોહલીએ આ તસવીરને શૅર કરતાં લખ્યું કે, એક યાદગાર ક્ષણ જ્યારે શીતળ હવા, વૃક્ષોનો અવાજ, આ બરફને સ્પર્શ કરતાં અંદર સુધી ખૂબ તાજા અનુભવ કરી રહ્યા હતા અને હંમેશાની જેમ એક બીજાને સાથે હતા.
આ પણ વાંચો, ઋષિ કપૂરે પોતાના મોતને લઈ વર્ષો પહેલા કરી હતી ભવિષ્યવાણી! જાણો હકીકત
હાલમાં જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એ પણ પહેલા PM CARES Fundમાં દાન આપ્યું હતું અને હવે મુંબઈ પોલીસની મદદ માટે તે આગળ આવ્યો. વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા એ મુંબઈ પોલીસ કલ્યાણ માટે યોગદાન આપ્યું છે.
મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે શનિવારે જણાવ્યું કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્માએ કોરોના વાયરસ મહામારીની વચ્ચે પોલીસ કલ્યાણ માટે પાંચ-પાંચ લાખ રૂપિયાનું યોગદાન આપ્યું હતું.
આ પણ વાંચો, લૉકડાઉનમાં પોતાની 20 ગર્લફ્રેન્ડ સાથે લક્ઝરી હોટલમાં ‘કેદ’ છે આ દેશનો રાજા
Published by:News18 Gujarati
First published:May 10, 2020, 08:16 am