Home /News /entertainment /તમે જોઈ વિરાટ-અનુષ્કાની દીકરીની પહેલી ઝલક? ક્યૂટનેસ પર ફેન્સ થયા ફિદા!
તમે જોઈ વિરાટ-અનુષ્કાની દીકરીની પહેલી ઝલક? ક્યૂટનેસ પર ફેન્સ થયા ફિદા!
ફોટોઃ @anushkasharma
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે વૃંદાવનની મુલાકાત લીધી હતી. ત્યાંથી કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં ફેન્સને આખરે પહેલી વાર કપલની નાનકડી પરીની ઝલક જોવા મળી હતી. દીકરીની ક્યૂટનેસ જોઈ ફેન્સ વખાણ કરતા થાકતા નથી.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જ્યારથી પેરેન્ટ્સ બન્યા છે, ત્યારથી ફેન્સ તેણીની દીકરી વામિકાને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ, કપલે અત્યાર સુધી પોતાની દીકરીની ઝલક ફેન્સને નથી બતાવી. હાલમાં બંને વૃંદાવન દર્શન કરવા માટે ગયા છે. સોશિયલ મીડિયા પર આ દરમિયાન તેમના ફોટો અને વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેણીની દીકરીની ક્યૂટનેસ જોઈને ફેન્સ ભરી-ભરીને પ્રેમ વરસાવી રહ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં અનુષ્કા અને વિરાટ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતા જોવા મળે છે. જોકે, આ દરમિયાન દીકરી વામિકા મસ્તી કરતી જોવા મળી રહી છે. વિરાટ-અનુષ્કાએ હંમેશાની જેમ પોતાની દીકરીનો ચહેરો છુપાવાની લાખ કોશિશ કરી પણ વીડિયોમાં નાનકડી પરીનો ચહેરો ફેન્સને સાફ જોવા મળી રહ્યો છે. સફેદ રંગના ડ્રેસમાં વામિકા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
પોતાની દીકરી સાથે વિરાટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો આ વીડિયોની વાત કરીએ તો અનુષ્કા અને વિરાટ જમીન પર બેઠેલા જોવા મળે છે અને વામિકા પોતાની જ મસ્તીમાં મસ્ત છે. વિરાટ-અનુષ્કા હાથ જોડી પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લઈ રહ્યા છે. વીડિયોમાં અમુક લોકો અનુષ્કાને ચુંદડી ઓઢાડતા પણ જોવા મળે છે. વિરાટ-અનુષ્કા નવા વર્ષે દીકરી વામિકા સાથે મથુરા-વૃંદાવનના દર્શન કરવા પહોંચ્યા હતાં.
અનુષ્કા શર્માની દીકરી વામિકા 11 જાન્યુઆરી, 2021એ લક્ષ્મી બનીને 'વિરુષ્કા'ના ઘરે પધારી છે. હવે જલ્દી વામિકા પૂરા 2 વર્ષની થવાની છે. પણ કપલે હજુ સુધી પોતાની દીકરીને ફોટોગ્રાફર્સ સામે નથી આવવા દીધી. અનુષ્કા-વિરાટ હંમેશા પબ્લિક પ્લેસ પર દીકરીનું મોઢુ છુપાવતા જોવા મળે છે. થોડા દિવસો પહેલા વિરાટનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તે મીડિયાને દીકરી વામિકાનો ફોટો ના ક્લિક કરવાની અપીલ કરે છે. આ કપલ હંમેશા પોતાની દીકરીની પ્રાઇવેસી વિશે વાત કરતા જોવા મળે છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર