Home /News /entertainment /

B'Day Spl: દલીપ તાહિલ શાળાથી જ હતા શ્રેષ્ઠ અભિનેતા, જાણો તેમના જીવનની રસપ્રદ વાતો

B'Day Spl: દલીપ તાહિલ શાળાથી જ હતા શ્રેષ્ઠ અભિનેતા, જાણો તેમના જીવનની રસપ્રદ વાતો

દલીપ તાહિલ જન્મદિવસ

દલિપે પંજાબી ફિલ્મોમાં 2007માં આવેલી ફિલ્મ ‘સજના વે સજના’થી ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તેણે ‘ધ સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાન’ અને ‘બુનિયાદ’ જેવી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું

  મુંબઈ: 30 ઓક્ટોબર 1952ના રોજ આગરામાં જન્મેલા દલીપ તાહિલ (Dalip Tahil) 69 વર્ષના થઈ ગયા છે. દલિપે ફિલ્મો (Films)માં પોતાના દમદાર પાત્ર (Powerful Role)થી પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેણે ખૂબ જ નાની ઉંમરે શાળાના નાટકો (School Drama)માં અભિનય કરવાનું શરૂ કર્યું હતું. તેમને તેની શાળામાં શ્રેષ્ઠ અભિનેતા (Actor)નો એવોર્ડ (Award) પણ મળ્યો છે.

  મુંબઈમાં થિયેટર

  અભ્યાસ પૂરો કર્યા પછી, દલિપ પરિવાર સાથે મુંબઈ આવ્યા અને અહીં થિયેટર ગ્રુપમાં જોડાયા. તે સૌપ્રથમવાર શ્યામ બેનેગલની ફિલ્મ ‘અંકુર’માં ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તે પછી ધીમે ધીમે તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી.

  સફળ ફિલ્મો

  દલિપે ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા દેખાડી. જેમાં ‘કયામત સે કયામત તક’, ‘રામ લખન’, ‘ત્રિદેવ’, ‘દીવાના’, ‘બાઝીગર’, ‘ડર’, ‘ઈશ્ક’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘કહો ના પ્યાર હૈ’, ‘કયામત સે કયામત તક’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. દલિપ 2013 માં આવેલી ફિલ્મ "ભાગ મિલ્ખા ભાગ" માં "પંડિત જવાહર લાલ નેહરુ" તરીકે દેખાયા હતા. 2011માં શાહરૂખ ખાન સ્ટારર 'રા-વન'માં દલિપે અદ્ભુત કામ કર્યું હતું.

  પંજાબી ફિલ્મો અને ટીવીમાં પણ કામ કર્યું

  દલિપે પંજાબી ફિલ્મોમાં 2007માં આવેલી ફિલ્મ ‘સજના વે સજના’થી ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તેણે ‘ધ સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાન’ અને ‘બુનિયાદ’ જેવી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. તેણે ઈન્ટરનેશનલ ટીવી ડ્રામા ‘ઈસ્ટેન્ડર્સ’માં પણ કામ કર્યું છે.

  દલિપ ઘણી અંગ્રેજી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા અને તેણે ગાંધી ફિલ્મમાં પ્રથમ દેખાવ કર્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ રિચાર્ડ એટનબરો દ્વારા કરવામાં આવ્યું હતું અને તેની પટકથા જ્હોન બ્રિલી દ્વારા લખવામાં આવી હતી. આ ફિલ્મમાં મહાત્મા ગાંધી તરીકે બેન કિંગ્સલે, કસ્તુરબા ગાંધી તરીકે રોહિણી હટ્ટંગડી, જવાહરલાલ નેહરુ તરીકે રોશન સેઠ, વી.કે. કૃષ્ણ મેનન તરીકે પ્રદીપ કુમાર, સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે સઈદ જાફરી, મૌલાના આઝાદ તરીકે વીરેન્દ્ર રાઝદાન અને સત્યાગ્રહી ઝિયા તરીકે દલીપ તાહિલ હતા.

  આ પણ વાંચોB'day Spl: પરદાદા પ્રધાનમંત્રી, કાકા ગવર્નર, આવા શાહી પરિવારની છે Aditi Rao hydari

  તેના સૌથી તાજેતરના કામની વાત કરીએ તો, દલિપ ફિલ્મ ગિલ્ટી (2020)માં જોવા મળ્યો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન રુચિ નારાયણ દ્વારા કરવામાં આવ્યું હતું અને રુચિ નારાયણ, કનિકા ધિલ્લોન અને અતિકા ચોહાને લખી હતી. તેમાં નનકી દત્તા તરીકે કિયારા અડવાણી, તનુ કુમાર તરીકે આકાંશા રંજન, વિજય "વીજે" પ્રતાપ સિંહ તરીકે ગુરફતેહ સિંહ પીરઝાદા, દાનિશ અલી બેગ તરીકે તાહેર શબ્બીર, તાશી તરીકે તેનઝીન દલ્હા અને વકીલ મીરચંદાની તરીકે દલિપ તાહિલે ભૂમિકા ભજવી હતી. અભિનેતાની કારકિર્દી ખૂબ જ ફળદાયી રહી છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन