પૂર્વ અભિનેત્રી સાથે ફ્લાઇટમાં છેડછાડ મામલે વિકાસ સચદેવાને 3 વર્ષની સજા


Updated: January 16, 2020, 11:02 AM IST
પૂર્વ અભિનેત્રી સાથે ફ્લાઇટમાં છેડછાડ મામલે વિકાસ સચદેવાને 3 વર્ષની સજા
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
પૂર્વ બોલિવૂડ અભિનેત્રી સાથે ફ્લાઇટમાં છેડતી મામલે મુંબઇના 41 વર્ષીય વિકાસ સચદેવાને કોર્ટે દોષી જાહેર કરી ત્રણ વર્ષની સજા સંભળાવી. વિશેષ ન્યાયાધીશ એ ડી દેવે યૌન અપરાધોથી બાળકોના સંરક્ષણ માટે બનાવેલ POCSO કાનૂન હેઠળ આ મામલાની સુનવણી કરી હતી. અને ભારતીય દંડ સંહિતા કલમ 354 હેઠળ વિકાસ સચદેવને દોષી જાહેર કર્યો. ઉલ્લેખનીય છે કે બોલિવૂડની અભિનેત્રી સાથે 10 ડિસેમ્બર 2017ના રોજ ફ્લાઇટમાં છેડતીની ઘટના થઇ હતી.

આ સમયે આ કેસ ખૂબ સમાચારોમાં છવાઇ હતી. સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને પૂર્વ અભિનેત્રીએ યાત્રામાં પાછળની સીટ પર બેઠેલા વિકાસ સચદેવા પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. પીડિતાની ઉંમર ત્યારે 17 વર્ષની હતી. આથી આરોપીને પોસ્કો હેઠળ સજા આપવામાં આવી છે. અભિનેત્રી વિસ્તારા એરલાઇન્સથી દિલ્હીથી મુંબઇ જઇ રહી હતી.ત્યારે યાત્રામાં ફ્લાઇટ દરમિયાન તેની સાથે છેડતી થઇ હતી. આ મામલે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર રોતા વીડિયો શેર કર્યો હતો.


જો કે અભિનેત્રીએ છેડતીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર મૂકતા બોલિવૂડ સ્ટાર્સ સમેત સામાન્ય લોકોએ આ મામલે ત્વરિત ન્યાયની માંગણી કરી હતી. જે બાદ દોષી વિકાસને 3 વર્ષ પછી કોર્ટે 3 વર્ષની સજા સંભળાવી છે. આ કેસમાં આરોપીની પત્નીએ કહ્યું કે "તેનો પતિને કોઇની શોકસભાથી પરત ફરી રહ્યો હતો અને તે 24 કલાકથી સૂતો નહતો અને તેણે ક્રૂ પણ સૂતા રહેવા અને હેરાન ન કરવાનું કહ્યું હતું. સૂતી વખતે તેણે પગ ઉપર કર્યા હતા. અને શોષણ કરવાનો તેનો કોઇ ઇરાદો નહતો."
First published: January 16, 2020
વધુ વાંચો
अगली ख़बर