બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી વિદ્યા સિન્હાનું નિધન

વિદ્યા સિન્હા લગભગ એક અઠવાડીયાથી મુંબઈના જુહૂ વિસ્તારની ક્રિટિકેયર હોસ્પિટલમાં દાખલ હતા.

News18 Gujarati
Updated: August 15, 2019, 5:07 PM IST
બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી વિદ્યા સિન્હાનું નિધન
વિદ્યા સિન્હા લગભગ એક અઠવાડીયાથી મુંબઈના જુહૂ વિસ્તારની ક્રિટિકેયર હોસ્પિટલમાં દાખલ હતા.
News18 Gujarati
Updated: August 15, 2019, 5:07 PM IST
ફિલ્મ 'રજનીગંધા' અને 'છોટી સી બાત'માં પોતાના અભિનયથી પ્રખ્યાત થયેલી એક્ટ્રેસ વિદ્યા સિન્હાએ ગુરૂવારે અંતિમ શ્વાસ લીધા. વિદ્યા સિન્હા લગભગ એક અઠવાડીયાથી મુંબઈના જુહૂ વિસ્તારની ક્રિટિકેયર હોસ્પિટલમાં દાખલ હતા. તેમની હાલત અચાનક બગડી હતી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેમને હોસ્પિટલમાં ભરતી કરી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યાં તેમનું 72 વર્ષની વયે નિધન થયુ છે.

વિદ્યા સિન્હા હાલના દિવસોમાં નાના પરદા પરની પ્રખ્યાત સિરીયલ 'કુલ્ફી કુમાર બાજે વાલા'માં દાદીનો રોલ કરી રહી હતી.

એક વર્ષમાં કરી છ ફિલ્મો

વિદ્યા સિન્હાની બંને શરૂઆતની ફિલ્મો રજનીગંધા(1974) અને છોટી સી બાત(1975 બાદ તે બોલિવુડની નવી સુપર સ્ટાર બની ગઈ હતી. ત્યારબાદ 1977માં તેણે કુલ છ ફિલ્મો કરી. તેમાં મુક્તિ, કર્મ અને કિતાબ જેવી ફિલ્મો રહી. પરંતુ કોઈ ચાલી નહીં. વર્ષ 1978માં પણ તેમણે પાંચ ફિલ્મો કરી. તેમાં 'પતિ-પત્ની ઔર વો' સારી ચાલી. પરંતુ તેની સફળતા સંજીવ કુમારના ખાતામાં ગઈ.ત્યારબાદ વિદ્યા સિન્હા ઘણી સળંગ ફિલ્મો કરતી રહી. પરંતુ, વર્ષ 1981માં અચાનક તેમણે ફિલ્મ જગતમાંથી સંન્યાસ લઈ લીધો. પાંચ વર્ષ બાદ ફરી 1986માં તેમણે વાપસી કરી અને બે ફિલ્મો કરી. પરંતુ, એ ચાલી નહીં. પછી 2011માં તે સલમાન ખાનની બોડીગાર્ડમાં જોવા મળી.
બે લગ્ન બાદ પણ એકલી રહી વિદ્યા સિન્હા
વિદ્યા સિન્હાની પર્સનલ લાઈફમાં ઘણા ઉતાર ચઢાવ રહ્યા. તે એક ફિલ્મ પ્રોડ્યૂસરની દીકરી હતી. તેમના પિતા પ્રતાપ એ રાણા એક ફિલ્મ નિર્માતા હતા. તેમણે બાળપણથી જ ફિલ્મોની એક્ટિંગ જોઈ હતી. જેથી તેમણે પોતાના પર્સનલ જિવનને મહત્વ આપ્યુ. ફિલ્મોમાં આવ્યા પહેલા જ તેમણે લગ્ન કરી લીધા હતા. તેમના પહેલા લગ્ન વર્ષ 1968માં વૈંકટશ્વરન અય્યર સાથે થયા હતા.તેમના પતિનુ 1996માં નિધન થયુ. ત્યારબાદ તેમણે 2001માં નેતાજી ભીમરાવ સલૂંખે સાથે લગ્ન કર્યા. પરંતુ, ત્યારબાદ 2009માં તેમની સાથેનો વિદ્યા સિન્હાનો સંબંધ તૂટી ગયો.
First published: August 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...