Home /News /entertainment /

વિક્કી કૌશલ-રાજકુમાર રાવની બિલ્ડિંગ સીલ કરાઈ, ડૉક્ટરની દીકરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

વિક્કી કૌશલ-રાજકુમાર રાવની બિલ્ડિંગ સીલ કરાઈ, ડૉક્ટરની દીકરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

અંધેરીમાં ઓબેરોય મેન્શનમાં સ્કીમમાં કોરોના પોઝોટિવ કેસ આવતાં અનેક બોલિવૂડ સ્ટાર્સના જીવ તાળવે ચોંટાયા

અંધેરીમાં ઓબેરોય મેન્શનમાં સ્કીમમાં કોરોના પોઝોટિવ કેસ આવતાં અનેક બોલિવૂડ સ્ટાર્સના જીવ તાળવે ચોંટાયા

    મુંબઈઃ એક્ટર વિક્કી કૌશલ (Vicky Kaushal)  અને રાજકુમાર રાવ (Rajkummar Rao) જે બિલ્ડિંગમાં રહે છે તેને આજે સીલ કરી દેવામાં આવી છે. સામે આવી રહેલા રિપોર્ટ મુજબ આ હાઉસિંગ સોસાયટીના એક બ્લોકમાં કોરોના પોઝિટિવ (COVID-19 Positive)નો કેસ સામે આવ્યો છે. ઓબેરોય મેન્શન નામની આ સોસાયટીમાં વિક્કી અને રાજકુમાર રાવ ઉપરાંત ચિત્રાંગદા સિંહ, પ્રભુદેવા સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સ રહે છે.

    સ્પૉટબૉયઝના રિપોર્ટ મુજબ, આ હાઉસિંગ સોસાફટીની C વિંગમાં એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ વિંગમાં એક ડૉક્ટરની 11 વર્ષની દીકરી કોરોના પોઝટિવ હોવાનું સામે આવ્યું છે. જોકે એ વાતની અધિકૃત પુષ્ટિ નથી થઈ કે શું અંધેરીની આ હાઈરાઇઝ બિલ્ડિંગને સમગ્રપણે બ્લોક કરી દેવામાં આવી છે કે નહીં, પરંતુ C-વિંગને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.

    આ પણ વાંચો, ઘરે AC ચાલુ કરવાથી કોરોના વાયરસ ફેલાય છે? જાણો આ દાવામાં કેટલું છે સત્ય

    નોંધનીય છે કે, આ બિલ્ડિંગની C-વિંગમાં અર્જન બાજવા, ચિત્રાંવદા સિંહ, રાહુલ દેવ, મુગ્ધા ગોડસે, ચાહત ખન્ના અને પ્રભુ દેવા જેવા સ્ટાર્સ રહે છે. બાજવાએ સ્પૉટબૉયને જણાવ્યું કે, અત્યારે અમે લિફ્ટનો ઉપયોગ પણ ટાળી રહ્યા છીએ, આ ઉપરાંત A અને B વિંગને પણ સમગ્રપણે ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવી છે.
    મળતી જાણકારી મુજબ, BMCએ આ સમગ્ર વિસ્તારને ઘણી સારી રીતે સેનેટાઇઝ કર્યો છે અને ત્યાંના લોકોને કોઈ પણ પ્રકારના સંક્રમણથી બચાવવા માટે સલાહ આપવામાં આવી રહી છે.

    આ પણ વાંચો, #AskSRK: પ્રશંસકે શાહરૂખને પૂછ્યું, PM ફંડમાં કેટલું દાન કર્યું? મળ્યો આવો જવાબ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Coronavirus, COVID-19, Lockdown, Rajkumar Rao, StayHome, Vicky Kaushal, બોલીવુડ, મુંબઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन