Bhoot Review : વિકી કૌશલની ફિલ્મ જોઇને સામાન્ય લોકો સાથે આ સ્ટાર્સ પર ડરી ગયા

News18 Gujarati
Updated: February 21, 2020, 4:48 PM IST
Bhoot Review : વિકી કૌશલની ફિલ્મ જોઇને સામાન્ય લોકો સાથે આ સ્ટાર્સ પર ડરી ગયા
ભૂત ફિલ્મનો સીન

લોકોનું કહેવું છે કે આ ફિલ્મ ખૂબ જ ડરામણી છે.

  • Share this:
21 ફેબ્રુઆરીએ શિવરાત્રીના આ ખાસ અવસર પર થિયેટરમાં ધર્મા પ્રોડક્શનની મચ અવેટેડ ફિલ્મ ભૂલ (Bhoot) રીલિઝ થઇ ગઇ છે વિકી કૌશલ (Vicky Kaushal) આ ફિલ્મ થિયેટરમાં લોકોને ડરાવી રહ્યા છે. ટ્વિટર પર લોકોએ આ ફિલ્મ અંગે ટ્વિટ કરીને રિવ્યૂ આપ્યા છે. અને લોકોનું કહેવું છે કે આ ફિલ્મ ખૂબ જ ડરામણી છે. ઓડિયન્સ દ્વારા સોશિયલ મીડિયા પર જે રિવ્યૂઝ આવ્યા છે તે મુજબ ભૂત પાર્ટ વન : ધ હોન્ટેડ શિપ લોકોને ડરાવવામાં સફળ રહી છે. એક યુઝર્સે પોતાનો રિવ્યૂ શેર કરતા કહ્યું કે ભૂત હિંદી હોરર ફિલ્મને અભૂતપૂર્વ બની શકે છે. તે ખરેખરમાં ડરાવી દે તેવી છે. વળી તે મજબૂત સ્ટોરીલાઇન સાથે આગળ વધે છે. અને તેણે આ જૉનરને નવી પરિભાષા આપી છે. વિકી કૌશલ જોરદાર પરફોર્મન્સ આપ્યું છે.
ભૂત ટ્વિટર રિવ્યૂ


એટલું જ નહીં જાણીતી ફિલ્મ અભિનેત્રી નૂસરત બરુચાએ પણ ટ્વિટ કરીને આ ફિલ્મ અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે ખરેખરમાં ભૂત ડરામણી ફિલ્મ છે. વિકી કૌશલ અને ભૂમિ પેડનેકરે કમાલનું કામ કર્યું છે. આ ફિલ્મ જોઇને તમારા હાથમાં પોપકોન પડી જાય કે તમે ખુરશીની ઉછળી પડો તો નવાઇ નહીં.





તો બીજી તરફ જાણીતા એક્ટર અમોલ પારાશરે પણ કહ્યું કે ભૂત ખરેખરમાં ડરામણી ફિલ્મ છે. મેં લાંબા સમય પછી હોરર ફિલ્મ જોઇને અને જોઇને મને પણ લાગ્યું કે મને પણ ડર લાગે છે. વિકી કૌશલ ભાઇ તે અદ્ધભૂત કામ કર્યું છે. ભૂમિ પેડનેકરે પણ એક જ ચાન્સમાં લોકોને ડરાવી દીધા છે. ત્યારે સોશિયલ મીડિયા પર લોકોના આ રિવ્યૂ જોઇને લાગે છે કે આ ફિલ્મ ખરેખરમાં ડરામણી છે.
First published: February 21, 2020
વધુ વાંચો
अगली ख़बर