વિક્કી કૌશલ-કેટરિના કૈફના લગ્નમાં હાજરી આપશે આ મહેમાનો, જુઓ ગેસ્ટ List

કેટરિના કૈફ અને વિકી કૌશલ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં લગ્ન યોજાવા જઈ રહ્યા છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram/katrinakaif/vickykaushal09)

અહેવાલ છે કે બંને ફિલ્મ સ્ટાર્સ આવતા મહિને એટલે કે ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. કેટરિના અને વિકી બંનેના પરિવાર અને મિત્રોની હાજરીમાં રાજસ્થાન (Rajasthan)માં શાહી લગ્ન કરવાના છે.

 • Share this:
  વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફ (Katrina Kaif) આ દિવસોમાં તેમની ફિલ્મો કરતાં તેમના લગ્નને લઈને વધુ ચર્ચામાં છે. અહેવાલ છે કે બંને ફિલ્મ સ્ટાર્સ આવતા મહિને એટલે કે ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. કેટરિના અને વિકી બંનેના પરિવાર અને મિત્રોની હાજરીમાં રાજસ્થાન (Rajasthan)માં શાહી લગ્ન કરવાના છે. બંનેના લગ્નને લઈને અત્યાર સુધી ઘણા સમાચાર આવ્યા છે. વિકી અને કેટરિના (Vicky-Katrina wedding) ભલે તેમના લગ્ન અને લવ લાઈફ વિશે મૌન રાખી રહ્યાં હોય, પરંતુ તેઓ પરિવાર અને મિત્રોની હાજરીમાં આ ખાસ દિવસને ખાસ બનાવવા જઈ રહ્યા છે. આ ખાસ લગ્નમાં હાજરી આપનાર મહેમાનોની એક કથિત યાદી સામે આવી છે, જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સના નામ સામેલ છે.

  કેટરિના કૈફ અને વિકી કૌશલ રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાની સિક્સ સેન્સ ફોર્ટ હોટેલમાં લગ્ન કરવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગ્નની ઉજવણી 7 થી 12 ડિસેમ્બર સુધી ચાલશે. લગ્ન માટે હોટલમાં બુકિંગ થઈ ગયું છે. જો કે તેની ઔપચારિક જાહેરાત હજુ થવાની બાકી છે.

  ઘણી ઇવેન્ટ કંપનીઓ સાથે મળીને કામ કરી રહી છે

  VIP લગ્ન યોજવા માટે ઘણી ઇવેન્ટ કંપનીઓ સાથે મળીને કામ કરી રહી છે. આ બધા સમાચારો વચ્ચે તે મહેમાનોની યાદી સામે આવી છે, જેઓ બંનેના આ હાઈ-પ્રોફાઈલ ડેસ્ટિનેશન વેડિંગમાં હાજરી આપવા જઈ રહ્યા છે.

  આ બોલિવૂડ સ્ટાર્સ સામેલ થશે!

  ઈન્ડિયા ટુડેના એક અહેવાલ અનુસાર, આ મહેમાનોમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ સામેલ છે. આ યાદીમાં કરણ જોહર, અલી અબ્બાસ ઝફર, કબીર ખાન, મિની માથુર, રોહિત શેટ્ટી, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ઉપરાંત વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલ જેવી હસ્તીઓ સામેલ છે.

  લગ્નની ઉજવણી 7 થી 12 ડિસેમ્બર સુધી ચાલશે. લગ્ન માટે હોટલમાં બુકિંગ થઈ ગયું છે.


  દિવાળી પર થયો હતો રોકા

  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિના અને વિકીનો રોકા તેમના પરિવારજનોની હાજરીમાં થયો હતો. આ રોકા (સગાઈ) ફિલ્મ નિર્માતા કબીર ખાનના ઘરે દિવાળીના દિવસે થઈ હતી.

  આ પણ વાંચોઅમરિશ પુરીની દીકરી પણ કોઈ હસીનાથી ઓછી નથી, જાણો શું કરે છે તેમની દીકરી...

  વાહનોની અછત

  એવા પણ અહેવાલ છે કે, ફિલ્મ અને ટીવી ક્રૂ, જેઓ તેમના લગ્નની તારીખોની નજીક શૂટિંગ કરી રહ્યા છે, તેમને ભાડાના વાહનોની અછતનો સામનો થઈ રહ્યો છે, કારણ કે કેટરિના અને વિકીના લગ્ન માટે મોટાભાગની SUV અને હાઇ-એન્ડ કાર પહેલેથી જ બુક થઈ ગઈ છે. જે મહેમાનોને એરપોર્ટથી હોટલ સુધી પિક-અપ અને ડ્રોપની સુવિધા આપશે. આ માટે તેના મિત્રો અને સંચાલકોએ જથ્થાબંધ ભાડે કાર બુક કરાવી લીધી છે.
  Published by:kiran mehta
  First published: