Saira Banu Hospitalized: સાયરા બાનોની તબિયત બગડી, હિન્દુજા હોસ્પિટલના ICU વોર્ડમાં કરાયા દાખલ

દિલીપ કુમારના અવસાન બાદ તેમની પત્ની સાયરા બાનો શોકમાં ડૂબી ગયા છે. (ફાઇલ તસવીર)

Dilip Kumarના નિધન બાદ દુખમાં ડૂબી Saira Banu, બ્લડ પ્રેશર ફરિયાદ બાદ હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરાયા

  • Share this:
    મુંબઈ. બોલિવૂડના (Bollywood) દિગ્ગજ સ્ટાર દિલીપ કુમારના (Dilip Kumar) છેલ્લા શ્વાસ સુધી તેમની સાથે રહેનારી તેમની પત્ની અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી સાયરા બાનો (Saira Banu)ની તબિયત બગડી ગઈ છે. તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલીપ કુમારના અવસાનના બે મહિના બાદ સાયરા બાનોની તબિયત ખરાબ થઈ ગઈ છે. છેલ્લા 3 દિવસથી તેઓ હિન્દુજા હોસ્પિટલના (Hinduja Hospital) ICU વોર્ડમાં દાખલ છે.

    મળતી જાણકારી મુજબ, 3 દિવસ પહેલા બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ સાયરા બાનોની તબિયત અચાનક બગડી ગઈ. ત્યારબાદ તેમને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરાયા. મળતા અહેવાલ મુજબ, હાલ તેમની તબિયત સ્ટેબલ હોવાનું કહેવાય છે. પરંતુ તેમનું બ્લડ પ્રેશન નોર્મલ નથી થઇ રહ્યું. ઓક્સિજન લેવલ પણ નીચું રહે છે. જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. ડૉક્ટર્સ તમામ જરૂરી ટેસ્ટ કરાવી રહ્યા છે. ત્યારબાદ જાણી શકાશે કે કયા કારણતી તેમને તકલીફો થઈ રહી છે.


    આ પણ વાંચો, પાયલ રોહતગી વિરુદ્ધ પુણેમાં ફરિયાદ, ગાંધી-નહેરુ પરિવાર વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યાનો આક્ષેપ

    76 વર્ષીય સાયરા બાનો છેલ્લા 54 વર્ષથી દિલીપ કુમારની સાથે દરેક ક્ષણ પડછાયની જેમ સાથે રહ્યા, પરંતુ તેમના અવસાન બાદથી બાનો ઘણા એકલા પડી ગયા છે. બે મહિના પહેલા 7 જુલાઈ, 2021ના રોજ દિલીપ કુમારના અવસાનથી લાખો ચાહકો ઘેરા શોકમાં ડૂબી ગયા હતા. સૂત્રો મુજબ, દિલીપ કુમારના અવસાન બાદથી સાયરા બાનો ઘણા ગુમસુમ અને ઉદાસ રહેવા લાગ્યાં છે. તેમને દિલીપ કુમારની ખૂબ જ યાદ આવે છે અને તેઓ પરિવારના સભ્યો સાથે તેમના અંગે વાતો કરતાં રહે છે.

    આ પણ વાંચો, KBC 13: આ સવાલનો જવાબ આપીને હિમાની બુંદેલા બની કરોડપતિ, શું હશે 7 કરોડનો જવાબ

    નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી દિલીપ કુમારને વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ઊભી થતી હતી અને બાદમાં તેઓ સાજા થઈને ઘરે પરત ફરતા હતા. દરેક વખતે સૌની સામે એક તસવીર આવતી હતી. હવે સાયરા બાનોને હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાના સમાચાર સામે આવ્યા બાદ તેમના પ્રશંસકો તેઓ ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

    નોંધનીય છે કે, 17 વર્ષની ઉંમરમાં જ સાયરા બાનોએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેમણે 1961માં શમ્મી કપૂરની સાથે ફિલ્મ જંગલથી પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરી. તેમણે આ ફિલ્મમાં પોતાની એક્ટિંગ અને અદાઓના કારણે તેમની છબિ રોમેન્ટિક હીરોઇન તરીકે બની ગઈ. આ ફિલ્મ માટે સાયરાને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ માટે પણ નોમિનેશન કરવામાં આવ્યું હતું.
    Published by:Mrunal Bhojak
    First published: