ફિલ્મ શોલેમાં ‘સૂરમા ભોપાલી’થી પ્રખ્યાત થયેલા અભિનેતા જગદીપનું 81 વર્ષની ઉંમરમાં નિધન

ફિલ્મ શોલેમાં ‘સૂરમા ભોપાલી’થી પ્રખ્યાત થયેલા અભિનેતા જગદીપનું 81 વર્ષની ઉંમરમાં નિધન
શોલેના ‘સૂરમા ભોપાલી’થી પ્રખ્યાત થયેલા અભિનેતા જગદીપનું 81 વર્ષની ઉંમરમાં નિધન

તેમણે 400થી વધારે ફિલ્મોમાં અભિનય કર્યો છે. અભિનેતા જગદીપ 2012માં ફિલ્મ ગલી ગલી ચોર હૈ માં અંતિમ વખત જોવા મળ્યા હતા

 • Share this:
  મુંબઈ : બોલિવુડના પ્રખ્યાત અભિનેતા જગદીપ જાફરી (Jagdeep Jafri)એ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમણે બુધવારે 81 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા છે. જાવેદ જાફરીના પિતા અને પ્રખ્યાત કોમેડીયન જગદીપ જાફરીએ ફિલ્મ શોલેમાં ભજવેલ સૂરમા ભોપાલીનું પાત્ર કોઈ ભૂલી શકશે નહીં.

  જગદીપ સાહેબના નિધન પર દુખ વ્યક્ત કરતા અભિનેતા અજય દેવગણે ટ્વિટ કરીને કહ્યું કે - તેમને સ્ક્રીન પર જોવામાં હંમેશા આનંદ આવ્યો. તે દર્શકો માટે ખુશી લઈને આવતા હતા. મારી જાવેદ અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના છે. જગદીપ સાહેબની આત્મા માટે પ્રાર્થના.  આ પણ વાંચો - વેક્સીન ન શોધાય તો ભારતમાં 2021માં રોજના 2.87 લાખ કોરોના કેસ આવી શકે છે : અધ્યયન  જગદીપે 1951માં બીઆર ચોપડાની ફિલ્મ અફસાનાથી ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 400થી વધારે ફિલ્મોમાં અભિનય કર્યો છે. અભિનેતા જગદીપ 2012માં ફિલ્મ ગલી ગલી ચોર હૈ માં અંતિમ વખત જોવા મળ્યા હતા. શોલે ફિલ્મ સિવાય, ખુની પંજા, અંદાજ અપના-અપના, દો બીઘા જમીન, ફૂલ ઔર કાંટે જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
  Published by:Ashish Goyal
  First published:July 08, 2020, 23:37 pm

  ટૉપ ન્યૂઝ