Home /News /entertainment /Dilip Kumar RIP: ‘ટ્રેજડી કિંગ’ દિલીપ કુમારનું નિધન, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર

Dilip Kumar RIP: ‘ટ્રેજડી કિંગ’ દિલીપ કુમારનું નિધન, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર

દિલીપ કુમાર છેલ્લા 8 દિવસથી ICUમાં સારવાર લઈ રહ્યા હતા, આજે સવારે 7:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા

દિલીપ કુમાર છેલ્લા 8 દિવસથી ICUમાં સારવાર લઈ રહ્યા હતા, આજે સવારે 7:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા

મુંબઈ. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar)નું 98 વર્ષની ઉંમરે નિધન થયું છે. લાંબી બીમારી બાદ મુંબઈની એક હૉસ્પિટલમાં બુધવારે તેમનું નિધન થયું છે. ફિલ્મ જગતમાં ટ્રેજડી કિંગ (Tragedy King)ના નામથી જાણીતા દિલીપ કુમાર મંગળવારથી હિન્દુજા હૉસ્પિટલમાં નોન-કોવિડ આઇસીયૂ વોર્ડમાં દાખલ હતા. દિલીપ કુમારના નિધનથી ફિલ્મ જગત (Bollywood) સહિત દેશભરમાં શોકની લહેર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સહિત દેશની દિગ્ગજ હસ્તીઓએ દિલીપ કુમારના નિધન (Dilip Kumar RIP) પર શોક વ્યક્ત કર્યો છે. આજે સાંજે પાંચ વાગ્યે સાંતાક્રૂઝ કબ્રસ્તાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે  દિલીપ કુમારના ઘરે પહોંચ્યા. મુખ્યમંત્રીએ જાણકારી આપી કે દિલીપ સાબના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

નોંધનીય છે કે, દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે ફરી એક વાર 29 જૂને તેમને મુંબઇની હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમને આઇસીયૂ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન બાદ બોલિવૂડ ઉપરાંત તેમના પ્રશંસકો પણ ઉદાસ થઈ ગયા છે.

દિલીપ કુમારના ડૉક્ટર જલીલ પારકરે તેમના નિધનના સમચારને કન્ફર્મ કર્યા. દિલીપ કુમારની દફનવિધિ આજે મુંબઈના સાંતાક્રૂઝ કબ્રસ્તાનમાં કરવામાં આવશે.  દિલીપ કુમાર (Dilip Kumar)ને હૉસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમની પત્ની સાયરા બાનુ (Saira Banu) સતત પ્રશંસકોને તેમની હેલ્થ વિશે અપડેટ શૅર કરતાં રહેતાં હતા. થોડા દિવસ પહેલા તેમણે કહ્યું હતું કે હવે દિલીપ કુમારને ફરી એક વાર દુવાઓની જરૂર છે.

દિલીપ કુમારના પારિવારિક મિત્ર ફૈજલ ફારૂખીએ ટ્વીટર પર નિધનની જાણકારી આપી. તેમણે લખ્યું કે, ખૂબ ભારે હૃદયે એ કહેવું પડી રહ્યું છે કે હવે દિલીપ સાબ આપણી વચ્ચે નથી રહ્યા. તેઓએ વધુમાં લખ્યું કે, આપણે ઈશ્વરના કારણે છીએ અને તેમની તરફ પરત જઈ રહ્યા છીએ.

આ પણ વાંચો, આ 5 આદતો આંખોને પહોંચાડે છે ગંભીર નુકસાન, આજે જ છોડી દો આવી કુટેવ

પેશાવરના યુસુફ જે બન્યા બોલિવૂડનો ટ્રેજેડી કિંગ

11 ડિસેમ્બર 1922ના રોજ બ્રિટિશ ઇન્ડિયાના પેશાવર (હવે પાકિસ્તાનમાં)માં જન્મેલા દિલીપ કુમારનું અસલી નામ મોહમ્મદ યુસુફ ખાન હતું. યુસુફ ખદાને પોતાનો અભ્યાસ નાસિકમાં કર્યો હતો. રાજ કપૂર તેમના નાનપણથી જ દોસ્ત બની ગયા હતા. લગભગ 22 વર્ષની ઉંમરે જ દિલીપ કુમારે પહેલી ફિલ્મ મળી હતી. 1944માં તેઓએ ફિલ્મ ‘જ્વાર ભાટા’માં કામ કર્યું હતું. પરંતુ આ ફિલ્મ બહુ ચર્ચામાં નહોતી આવી.

આ પણ વાંચો, CBSE Board Exams 2021-22: સીબીએસઇએ જાહેર કર્યું નવા શૈક્ષણિક સત્રનું પેટર્ન, જાણો 5 અગત્યની વાતો

દિલીપ કુમારે લગભગ પાંચ દશકની ફિલ્મી કારકિર્દીમાં 60થી વધુ ફિલ્મો કરી હતી. દિલીપ કુમારે પોતાની કારકિર્દીમાં અનેક ફિલ્મો ઠુકરાવી દીધી પણ હતી, કારણ કે દિલીપ કુમારનું માનવું હતું કે ફિલ્મો ઓછી સરવી એ સારી બાબત છે. પરંતુ દિલીપ કુમારને અફસોસ હતો કે તેઓ પ્યાસા અને દીવારમાં કામ ન કરી શક્યા.
First published:

Tags: Dilip Kumar, Saira Banu, બોલીવુડ, મુંબઇ