ધર્મેન્દ્રએ વોટ આપતી તસવીર કરી પોસ્ટ, સાથે લખ્યો ખાસ સંદેશ

News18 Gujarati
Updated: May 6, 2019, 2:33 PM IST
ધર્મેન્દ્રએ વોટ આપતી તસવીર કરી પોસ્ટ, સાથે લખ્યો ખાસ સંદેશ
ધર્મેન્દ્ર

ધર્મેન્દ્રના પત્ની હેમા માલિની મથુરાથી જ્યારે પુત્ર સની દેઓલ પંજાબના ગુરદાસપુરથી ચૂંટણી લડી રહ્યાં છે.

  • Share this:
નવી દિલ્હી : ધર્મેન્દ્ર (Dharmendra)એ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે મહારાષ્ટ્રમાં વોટ આપતા નજરે પડી રહ્યા છે. ધર્મેન્દ્રએ આ પોસ્ટ સાથે એક કેપ્શન પણ લખ્યું છે, અને 15મી ઓગસ્ટ, 1947 અંગે પોતાનો અભિપ્રાય રજુ કર્યો છે. ધર્મેન્દ્રનું આ ટ્વિટ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રના પત્ની હેમા માલિની બીજેપીની ટિકિટ પરથી મથુરાથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે તેમનો પુત્ર સની દેઓલ બીજેપીની ટિકિટ પર પંજાબના ગુરદાસપુરમાંથી ચૂંટણી લડી રહ્યો છે. ધર્મેન્દ્ર હેમા માલિની માટે પ્રચાર કરી ચુક્યા છે, તેમજ સની દેઓલ માટે પણ થોડાં થોડાં સમયે ટ્વિટ કરતા રહે છે.

ધર્મેન્દ્રએ ફોટો ટ્વિટ કરતા લખ્યું છે કે- "મારો વૉટ મારી તાકાત. ભારતીય હોવા પર મને ગર્વ છે, દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર. હું દુઆ કરું છું કે આ સૌથી સારુ લોકતંત્ર હોય, અને 15મી ઓગસ્ટ, 1947ના પહેલાની જેમ તમામ ધર્મોમાં એકતા અને સદભાવના બની રહે. દુઆ કરો કે તમારી માતૃભૂમિમાં શાંતિ રહે."

ધર્મેન્દ્રએ આ ટ્વિટની સાથે દેશ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે તેમજ તમામ લોકોને શાંતિ જાળવવાની અપીલ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર રાજસ્થાનના બીકાનેરમાંથી બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડી ચુક્યા છે, તેમણે આ ચૂંટણીમાં જીત મેળવી હતી. જોકે, ધર્મેન્દ્રએ રાજકારણમાં વધારે રસ લીધો ન હતો. જોકે, તેમના પત્ની હેમા માલિની રાજકારણ સાથે જોડાયેલા રહ્યાં છે. 2014માં હેમાએ પ્રથમ વખત મથુરાથી લોકસભાની ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં તેમની જીત થઈ હતી.
First published: May 6, 2019, 2:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading