આ યુવતીના ટેલેન્ટને જોઈ મંત્રમુગ્ધ થયા બિઝનેસમેન આનંદ મહિન્દ્રા, શેર કર્યો Video

News18 Gujarati
Updated: October 25, 2018, 7:15 AM IST
આ યુવતીના ટેલેન્ટને જોઈ મંત્રમુગ્ધ થયા બિઝનેસમેન આનંદ મહિન્દ્રા, શેર કર્યો Video
એક વખત ફરી 63 વર્ષીય આનંદ મહિન્દ્રાએ એક અદભૂત વીડિયો શેર કર્યો છે.

એક વખત ફરી 63 વર્ષીય આનંદ મહિન્દ્રાએ એક અદભૂત વીડિયો શેર કર્યો છે.

  • Share this:
બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રા હંમેશા સોશિયલ મીડિયા પર રસપ્રદ વીડિયો અને પોસ્ટ શેર કરતા હોય છે. એક વખત ફરી 63 વર્ષીય આનંદ મહિન્દ્રાએ એક અદભૂત વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક યુવતી શંકર મહાદેવનની બ્રીથલેસ ટ્યૂન પ્લે કરી રહી છે, અને તેને જોઈ કોઈ પણ આશ્ચર્યમાં પડી શકે છે. આને આનંદે કેપ્શન કર્યું છે - શનિવારને અલવિદા કહેવા માટે કેટલાક અપબીડ નોટ્સ. વીનાશ્રીવાણી તમે મને નિશ્વાસ કરી દીધો છે અને હું હેરાન છું કે, આવી પરફોર્મેન્સ બાદ તમારી આંગળીઓ કેવી સ્થિતિમાં હશે.

બ્રીથલેસ નામના આ ટાઈટલ ટ્રેકને મહાદેવને ગાયું હતું. આ ગીતમાં તેમણે એક શ્વાસનો પણ બ્રેક લીધો ન હતો. ત્રણ મિનીટ લાંબુ આ ગીત સન 1998માં રિલીઝ થયું હતું. આ ગીતનો અંદાજ એટલો ખાસ હતો કે, તે ગીત આજે પણ એટલું જ પોપ્યુલર છે.

આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરેલો વીડિયો આંધ્રપ્રદેશની વીણાવાદક શ્રીવાણીનો છે. ટ્વીટર પર ય પણ કેટલાએ યૂઝર્સે આ વીડિયોના ખુબ વખાણ કર્યા છે
First published: October 24, 2018
વધુ વાંચો
अगली ख़बर