બંધ કરવી પડી ફિલ્મ 'મિસ્ટર લેલે', વરુણ ધવને આપ્યું આવું Reaction

મિસ્ટર લેલે

"નમસ્કાર મિત્રો, મિસ્ટર લેલેને લઇને મારી પાસે એક અપડેટ છે"

 • Share this:
  બોલિવૂડ (Bollywood) એક્ટર વરુણ ધવન (Varun Dhawan) અને ડાયરેક્ટર શશાંક ખેતાન (Shashank khaitan) સુપરહિટ જોડી ફિલ્મ મિસ્ટર લેલે (Mr.Lele) માં નજરે પડવાની હતી. દર્શકો પણ આ ફિલ્મથી ઉત્સાહિત હતા. પણ આ ફિલ્મને લઇને જે ખબર આવી છે જેનાથી ફેન્સને મન દુખ થઇ શકે છે. આ ફિલ્મની શૂટિંગ માર્ચમાં શરૂ થવાની હતી. પણ વરુણ ધવન અને જાહન્વી કપૂરના વ્યસ્ત શિડ્યૂલના કારણે હાલ આ ફિલ્મને રોકી દેવામાં આવી છે. ડાયરેક્ટર શશાંક ખેતાને આ ટ્વિટ પછી વરુણ ધવને પણ સોશિયલ મીડિયામાં પોતાની રિએક્શન આપ્યું છે.

  આ ફિલ્મ કરણ જૌહરના પ્રોડક્શન હાઉસ હેઠળ બનવાની હતી. આ ફિલ્મમાં પહેલીવાર વરુણ ધવન અને જાહન્વી કપૂર રૂપેરી પડદે એક સાથે દેખાવાના હતા. અને આ ફિલ્મમાં ભૂમિ પેડણેકર પણ નજરે પડવાની હતી. પણ શશાંક ખેતાન ટ્વિટ કરીને આ ફિલ્મ પર રોક લગાવાની જાહેરાત કરી હતી. જે પણ આ જ ટ્વિટને રીટ્વિટ કરીને એક્ટર વરુણ ધવને લખ્યું કે "કોઇ નહીં પૂછતા, કબ નિકલે, કબ ચલે, સબ દેખતે હૈ કે મંજિલ પર કબ પહેંચે. જલ્દી જ..."  ડાયરેક્ટર શશાંક ખેતાને ટ્વિટ કરીને કહ્યું કે "નમસ્કાર મિત્રો, મિસ્ટર લેલેને લઇને મારી પાસે એક અપડેટ છે, કરણ, વરુણ અને મેં આપસી સહમતિ સાથે આ ફિલ્મનું શૂટિંગ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. આ એક તેવી સ્ક્રિપ્ટ હતી જેનાથી અમને બધાને પ્રેમ હતો. મને વિશ્વાસ છે કે જલ્દી જ ફરી એક અમે આ પર કામ કરીશું. મોટો કલાકારોની હાજરીના કારણે તારીખો મેળ નથી ખાઇ રહી અને ફિલ્મનું શેડ્યૂલ ખૂબ જ મુશ્કેલ થઇ જતું. મને વિશ્વાસ છે કે વરુણ અને હું જલ્દી જ મિસ્ટર લેલે કે કોઇ નવી ફિલ્મમાં ફરી સાથે કામ કરીશું."
  વધુ વાંચો : આમીર ખાન સાથે Kissing સીન પર 24 વર્ષ પછી કરિશ્મા કપૂરે કહ્યું- 3 દિવસ સુધી...
  વધુ વાંચો : શ્રીદેવી જાહન્વીને એક્ટ્રેસ નહીં આ બનતી જોવા માંગતી હતી

  આ ફિલ્મની જાહેરાત જાન્યુઆરી 2020માં કરવામાં આવી હતી. અને આ ફિલ્મ 2021ના રોજ રિલિઝ થવાની હતી. વર્ક ફંટની વાત કરીએ તો વરુણની કુલી નંબર 1 બહુ જલ્દી જ થિયેટરમાં આવશે.
  Published by:Chaitali Shukla
  First published: