PM Caresમાં વરુણ ધવને દાન કર્યા પછી ફરી આ સારા કામ માટે લંબાવ્યો હાથ

PM Caresમાં વરુણ ધવને દાન કર્યા પછી ફરી આ સારા કામ માટે લંબાવ્યો હાથ
વરુણ ધવન

જે લોકો પાસે કોઇ નોકરી નથી તેને ભોજન પૂરું પાડશે વરુણ ધવન

  • Share this:
    કોરોના વાયરસના કારણે દુનિયાભરના અનેક દેશોની હાલત લથડી રહી છે. ભારતમાં પણ 14 એપ્રિલથી લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. પીએમ મોગી વારંવાર લોકોને ઘરમાં રહેવાની વાત કરી. ત્યારે બોલિવૂડ સ્ટાર વરુણ ધવને આ લોકડાઉનના કારણે લોકોની મદદ કરવા માટે ફરી હાથ લંબાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેવલા પણ વરુણ ધવન પીએમ કેર ફંડમાં દાન કરી ચૂક્યા છે. અને હવે તે ફરી એક વાર પીએમ કેરમાં દાન કરી રહ્યા છે. આમ કરી વરુણે ખરેખરમાં સરાહનીય કામ કર્યું છે.

    કોરોના વાયરસની વિરુદ્ધ જંગમાં PM Caresમાં 30 લાખ રૂપિયાનું યોગદાન કર્યા પછી વરુણ ધવને ફરીથી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા કહ્યું છે કે લોકડાઉન દરમિયાન ઘરે રહેતા અને જોબલેસ લોકો માટે તે ફ્રીમાં ભોજન ઉપલબ્ધ કરાવશે.





    વરુણ ધવને કહ્યું કે તે તમામ લોકો પ્રશંસાને લાયક છે જે પોતાના પ્રાણ મુશ્કેલીમાં મૂકીને કોરોના વાયરસ સામેની આ જંગમાં લડી રહ્યા છે. ડોક્ટર સહિત અન્ય મેડિકલ સ્ટાફને ભોજન આપી રહ્યા છે. ભલે આ એક નાનું પગલું હોય પણ સંકટના સમયે આ તમામ પગલા મહત્વના છે. આ સંકટના સમયે હું મારાથી સંભવ જે હશે તે કરીશ. વરુણ ધવન મુજબ આ નેક કામ તે તાજ પબ્લિક સર્વિસ વેલફેયર ટ્રસ્ટના માધ્યમથી કરશે. વરુણ ધવના આ કામની સોશિયલ મીડિયામાં તેના ફેન્સ વખાણ્યું. ઉલ્લેખનીય છે કે આ પહેલા વરુણ ધવન 30 લાખ રૂપિયાનું દાન કરી ચૂક્યા છે.
    Published by:News18 Gujarati
    First published:April 08, 2020, 18:00 pm

    ટૉપ ન્યૂઝ