Mr.લેલેમાં જોવા મળશે વરુણ ધવન, પોસ્ટર દેખીને હસી પડશો

News18 Gujarati
Updated: January 13, 2020, 4:28 PM IST
Mr.લેલેમાં જોવા મળશે વરુણ ધવન, પોસ્ટર દેખીને હસી પડશો
મિસ્ટર લેલે

ફિલ્મ મિસ્ટર લેલેનું પોસ્ટર રીલિઝ.

  • Share this:
બોલિવૂડ વરુણ ધવન (Varun Dhawan) હાલ તેમની આવનારી ફિલ્મ સ્ટ્રીટ ડાંસર 3 ડી (Street Dancer 3D) ના પ્રમોશનમાં લાગેલા છે. બદ્રીનાથની દુલ્હનિયા અને હમ્ટી શર્માની દુલ્હનિયા જેવી સુપરહિટ ફિલ્મો આપનાર નિર્દેશક શશાંક ખેતાન એક વાર ફરીથી વરુણ ધવન સાથે એક નવી ફિલ્મ લઇને આવી રહ્યા છે. અને આ ફિલ્મનું નામ છે Mr લેલે. જેનું પોસ્ટર હાલ કરણ જોહરે શેર કર્યું છે.

તેમની એક ફિલ્મ સ્ટ્રીટ ડાંન્સર હાલ રીલીઝ નથી થઇ. પણ ફિલ્મ મિસ્ટર લેલેના પહેલા પોસ્ટર રીલિઝ સાથે જ ફિલ્મની રીલિઝ ડેટનો ખુલાસો પણ થઇ ગયો છે. પોસ્ટરમાં વરુણ ધવન ખાલી અંડરવેરમાં છે. અને તેમના હાથમાં પિસ્તોલ છે. ફોટો જોઇને લાગે છે કે વરુણ ડરેલા છે. અને તેમના આ લૂકને જોઇને સ્પષ્ટ લાગે છે કે આ ફિલ્મમાં તેમનું કેરેક્ટ રસપ્રદ છે. અને તે ભૂલથી ગુંડાઓ વચ્ચે ફસાઇ ગયા છે.

ફસ્ટલૂકને શેર કરતા વરુણ ધવને ટ્વિટર પર લખ્યું કે કરણ જોહર મને માફ કરી દો, શશાંક ખેતાન ચલો ચલો પોત પોતાના ઘરે જતા રહીએ. તમને જણાવી દઇએ કે કરણ જોહર ધર્મા પ્રોડક્શન હેઠળ ફિલ્મ બનાવી રહ્યા છે. અને શશાંક ખેતાન આ ફિલ્મના ડાયરેક્ટર છે. સાથે જ વરુણ ધવનની ફિલ્મની રીલિઝ ડેટ પર શેયર કરવામાં આવી છે આ ફિલ્મ 1 જાન્યુઆરી 2021 રીલિઝ થશે.
First published: January 13, 2020
વધુ વાંચો
अगली ख़बर