આયુષ્માન ખુરાનાની ફિલ્મને ડોનાલ્ડ ટ્રમ્પે વખાણી, કહી આ વાત

News18 Gujarati
Updated: February 22, 2020, 11:43 AM IST
આયુષ્માન ખુરાનાની ફિલ્મને ડોનાલ્ડ ટ્રમ્પે વખાણી, કહી આ વાત
ડોનાલ્ડ ટ્રમ્પ

નોંધનીય છે કે 24 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવશે.

  • Share this:
બોલિવૂડમાં આમ તો અનેક ફિલ્મો દર શુક્રવારે રીલિઝ થાય છે. પણ કેટલીક ફિલ્મો તેવી હોય છે જે દુનિયાભરમાં ખ્યાતિ મેળવે છે. આવું જ કંઇક 21 ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી ફિલ્મ સાથે થયું. આયુષ્માનની ફિલ્મ (Ayshmann Khurrana) શુભ મંગળ જ્યાદા સાવધાન (Shubh Mangal Zyada Savdhan) આવી જ પ્રસિદ્ઘી મળી છે. આર્ટિકલ 377 પર આધારિત આ ફિલ્મને સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ મળી રહ્યા છે. આ વચ્ચે ફિલ્મને મોટું કોમ્પલીમેન્ટ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Us President Donal Trump) પણ આપ્યું છે. તેમણે આયુષ્માન ખુરાનાની આ ફિલ્મને લઇને ટ્વિટ કર્યું છે. જેને જોરદાર પ્રતિક્રિયા મળી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની આ ટ્વિટથી LGBT વિષય અને અધિકારોને ગંભીરતાથી લેવાની વાતે મહત્વનું પગલું માનવામાં આવે છે. આ એક રિટ્વીટને ચારે તરફથી પ્રતિક્રિયા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. 24 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવશે. ત્યારે તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ થઇ રહી છે. વળી તે ગુજરાતમાં અમદાવાદમાં પણ આવશે. ત્યારે તેમના આગમન પહેલા તે ભારતથી જોડાયેલી તમામ ખબરો પર નજર રાખી રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ આર્ટીકલ 377 પર આધારિત છે. તેમાં આયુષ્માન અને જીતેન્દ્ર પોતાના પ્રેમ માટે સમાજ અને પરિવાર સાથે લડતા નજરે પડે છે. આ ફિલ્મે રિલિઝ પછી સારી ઓપનિંગ કરી છે. અને લોકો આ ફિલ્મને પસંદ કરી રહ્યા છે તેમ લાગે છે.
First published: February 22, 2020, 11:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading