Home /News /entertainment /'ભાઈ હોસ્પિટલમાં છે અને...' ટ્રોલર્સે ફરી ઉર્વશીને લીધી આડેહાથ
'ભાઈ હોસ્પિટલમાં છે અને...' ટ્રોલર્સે ફરી ઉર્વશીને લીધી આડેહાથ
ફરી ટ્રોલર્સનો બની શિકાર
Urvashi Rautela & Rishabh Pant: ઉર્વશી રૌતેલા એકવાર ફરી ઋષભ પંતના ફેન્સના નિશાના પર આવી છે, ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ પર એક નવો ફોટો શેર કર્યો છે. જેને લઈને યુઝર્સ તેણીને ટ્રોલ કરી રહ્યા છે.
મુંબઈઃ ઉર્વશી રૌતેલા અને 'આરપી' (RP)નું કન્ફ્યુઝન જગજાહેર છે. ઉર્વશી અને ઈન્ડિયન ક્રિકેટર રુષભ પંતવને લઈને ઘણી ચર્ચા થઈ રહી હતી. ત્યારે, ગાસમાં ઋષભ પંત એક અકસ્માતનો શિકાર થયા છે અને તેને ઘણી ઈજા પણ થઈ છે. તેની સારવાર થઈ રહી છે અને ફેન્સ તે જલ્દી ઠીક થઈ જાય તે માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે. બીજી તરફ, ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કર્યો છે. મગરની ડિઝાઈનવાળી જ્વેલરી સાથે તેણીના ફોટો જોઈને યુઝર્સ તેણીને ટ્રોલ કરી રહ્યા છે.
એક યુઝરનું કહેવું છે કે એક તરફથી ઋષભ પંત હોસ્પિટલમાં છે. બીજી તરફ, ઉર્વશીનો ફેશન શો ચાલી રહ્યો છે. ઉર્વશી રૌતેલાએ થોડા દિવસો પહેલા 'આરપી' શબ્દને લઈને ખૂબ જ કન્ફ્યુઝન ક્રિએટ કર્યુ હતું. બાદમાં, સ્પષ્ટતા આપતા ઉર્વશીએ કહ્યુ કે આરપી એટલે સાઉથ સ્ટાર રામ પોથિનેનીને જાણે છે. તેને નથી ખબર કે ક્રિકેટર ઋષભ પંતને પણ 'આરપી' કહેવામાં આવે છે. ઋષભના અકસ્માત બાદ પણ ઉર્વશીએ પોતાનો એક ફોટો શેર કરીને કેપ્શન આપ્યુ હતું 'પ્રેયિંગ'. તેના પર લોકો એ સમજી નથી શક્યા કે પીએમ મોદીની માતાના નિધન પર આવું કહી રહી છે કે ઋષભ પંત માટે.
ઉર્વશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે નવો ફોટો શેર કર્યો છે, તેમાં તેણી ગોગલ્સ પહેરેલી જોવા મળી રહી છે. જાંબલી રંગના સૂટની સાથે તેણીએ ક્રોકોડાઇલ જ્વેલરી પણ પહેરેલી છે. નેકપીસ, ઈયરિંગ, બ્રેસલેટ તમામમાં મગરની ડિઝાઈન જોવા મળી રહી છે. ઉર્વશીએ જેવો આ ફોટો શેર કર્યો કે, તેના ફેન્સ હાર્ટ અને ફાયર ઈમોજી સાથે તેણીના વખાણ કરી રહ્યા છે. વળી, ઋષભ પંતના ફેન્સને આ સારુ નથી લાગી રહ્યુ. એક ફેનએ ઉર્વશીના ફોટો પર લખ્યુ, 'ત્યાં અમારો ભાઈ હોસ્પિટસલમાં છે, અહીં ફેશન શો ચાલી રહ્યો છે.' વળી, બીજા યુઝરે પુછ્યુ, 'ઋષભ પંત કેમ છે ભાભીજી?'
જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટર ઋષભ પંત હાલમાં રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે. તે પોતાની માતાને નવા વર્ષ પર સરપ્રાઈઝ આપવા જઈ રહ્યો હતો, આ દરમિયાન ઝોકુ આવતા તેની કારનો એક્સિડેન્ટ થઈ ગયો છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર