Home /News /entertainment /ઉર્વશીએ ટ્રોલિંગ બાદ તોડ્યુ મૌન, કહ્યુ આરપી એટલે રિષભ નહીં પણ...
ઉર્વશીએ ટ્રોલિંગ બાદ તોડ્યુ મૌન, કહ્યુ આરપી એટલે રિષભ નહીં પણ...
ફોટોઃ @urvashirautela
Urvashi Rautela & 'RP': ઉર્વશી અને રિષભ પંતને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. હવે આ મામલે ઉર્વશીએ સ્પષ્ટિકરણ કર્યુ છે. ઉર્વશીએ જણાવ્યુ છે કે આરપી એટલે રિષભ પંત નહીં પણ તેણીના કો-સ્ટાર છે.
મુંબઈઃ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટર રિષભ પંત (Rishabh Pant)ને લઈને ચર્ચામાં છે. રિષભને લઈને ઉર્વશી ટ્રોલ પણ થઈ રહી છે. ત્યારબાદ ઉર્વશીએ એક સાઉથ સ્ટાર રામ પોથિનેની સાથે વાયરલ થઈ રહ્યો છે. હવે ઉર્વશીએ આ 'આરપી' કન્ફ્યુઝન પર પોતાની ચુપ્પી તોડી છે. ઉર્વશીનું કહેવું છે કે આરપી તેણીના કો-સ્ટાર છે અને તેણીને તે ખબર પણ નહતું કે રિષભ પંતને પણ લોકો આરપી (RP) જ કહે છે. આ સમગ્ર બાબત પર ઉર્વશીએ પોતાની વાતને આ રીતે મુકી છે.
રામ પેથિનેની અને રિષભ પંતને લઈને હાલ હિન્દુસ્તાની ટાઈમ્સમાં ઉર્વશી રૌતેલા સાથે વાતચીત કરી. આ દરમિયાન ઉર્વશીએ કહ્યુ, 'આરપી મારા કો-એક્ટર છે અને તેનો અર્થ રામ પોથિનેની (Ram Pothineni)' છે. મને તો એ ખબર પણ નહતી કે રિષભ પંતને પણ લોકો આરપી કહે છે. લોકોએ બસ પોતાના હિસાબથી અનુમાન લગાવ્યુ અને તેના પર લખવા લાગ્યા. તેમણે થોડું વિશ્લેષણ કરવું જોઈતુ હતું. જો કોઈ યુ-ટ્યુબર અથવા અન્ય કોઈપણ કંઈપણ બોલી દે, તો તેના પર આટલું સરળતાથી વિશ્વાસ કઈ રીતે કરી શકાય.'
આ સંપૂર્ણ મામલે ઉર્વશીએ કહ્યુ, 'હંમેશા આ તુલના જોવા મળે છે. ક્રિકેટર્સને એક્ટર કરતા વઘારે સન્માન મળે છે. તે એક્ટર્સ કરતા વધારે કમાય છે. આ બધુ મને પરેશાન કરે છે. હું માનું છુ કે તે આપણા દેશ માટે રમે છે અને તેમને મોટા પ્રમાણમાં પ્રેમ પણ મળે છે પરંતુ, એક્ટર્સ પણ ઘણું બધું કરે છે. મને આ પ્રકારની મુર્ખતાપૂર્ણ તુલના સારી નથી લાગતી.'
જણાવી દઈએ કે ઉર્વશી અને રિષભવાળી વાત જ્યારે ચર્ચામાં આવી તો દરેક જગ્યાએ બસ આ જ વાત થઈ રહી હતી. જ્યારે ઉર્વશી ઓસ્ટ્રેલિયા ગઈ હતી, ત્યારે પણ એ જ કહેવામાં આવ્યુ હતું કે તેણી રિષભનો પીછો કરીને ત્યાં ગઈ છે. ત્યારે ઉર્વશીએ કહ્યુ હતું કે તે આ શહેરમાં જ છે. તેણીએ એ પણ લખ્યુ કે, 'કોઈ મારી ચિંતા નથી કરતું મને સહયોગ નથી આપતું.'
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર