Home /News /entertainment /ઉર્ફી જાવેદના દાદા છે જાવેદ અખ્તર! ઉર્ફીએ સોશિયલ મીડિયા પર કર્યો મોટો ખુલાસો
ઉર્ફી જાવેદના દાદા છે જાવેદ અખ્તર! ઉર્ફીએ સોશિયલ મીડિયા પર કર્યો મોટો ખુલાસો
ઉર્ફીએ જાવેદ અખ્તરને પોતાના દાદા કહ્યુ
Urfi Javed Met Javed Akhtar: ઉર્ફી જાવેદ હાલમાં જ જાવેદ અખ્તરને મળી. જ્યાર બાદ તેમની તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે અને યુઝર્સ પણ તે ફોટોને લઈને શાનદાર કોમેન્ટ્સ કરતા જોવા મળી રહ્યા છે. ફોટો શેર કરતા ઉર્ફીએ જાવેદ અખ્તર સાથે પોતાના સંબંધ વિશે મોટા ખુલાસા કર્યા છે.
મુંબઈઃ ઉર્ફી જાવેદ પોતાના અતરંગી ડ્રેસના કારણે ફેમસ છે અને આ કારણોસર તે લાઇમલાઇટમાં રહે છે. પરંતુ, આ વખતે તેણી પોતાના ડ્રેસ નહીં પણ એક અનોખા ફોટોના કારણે ચર્ચામાં આવી છે. ઉર્ફીએ મજાકમાં આ તસવીરમાં તેની સાથે દેખાતા વ્યક્તિને તેના દાદા કહ્યા છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ જાવેદ અખ્તર છે અને આ જ કારણથી આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. ઉર્ફી જાવેદે આ તસવીર સાથે જે કેપ્શન લખ્યુ છે તે વાંચીને ફેન્સને પણ આશ્ચર્ય થયો છે.
ઉર્ફીએ શેર કરી તસવીર
ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી છે જેમાં તે જાવેદ અખ્તર સાથે બેસીને પોઝ આપતી જોવા મળી રહી છે. આ ફોટો સાથે ઉર્ફીએ લખ્યું - 'આખરે હું મારા દાદાને મળી.' લાફ્ટર ઈમોજી શેર કરતાની સાથે તેણીએ જાવેદ અખ્તરના વખાણ પણ કર્યા હતાં. હકીકતમાં, જ્યારથી ઉર્ફી ચર્ચામાં આવી છે ત્યારથી લોકો તેણીને જાવેદ અખ્તરની સંબંધી માની રહ્યા છે.
આ સાથે ઘણા લોકો તો ઉર્ફીને જાવેદ અખ્તરની પૌત્રી પણ કહે છે. આ જ કારણ છે કે ઉર્ફીએ થોડા સમય પહેલા એરપોર્ટ પર એક ટીશર્ટ પહેરી હતી, જેમાં લખ્યુ હતું કે જાવેદ અખ્તર તેણીના દાદા નથી. હવે જ્યારે ઉર્ફી તેને મળી ત્યારે તેણી મજાકના મૂડમાં જોવા મળી હતી.
ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો આવતાની સાથે જ લોકોએ કોમેન્ટ્સ કરવાનું શરુ કરી દીધી હતી. કેટલાકે ઉર્ફીની ડ્રેસિંગ સેન્સ પર સવાલો ઉઠાવ્યા તો કેટલાકે જાવેદ અખ્તરને ખરેખર ઉર્ફીના સંબંધી ગણાવ્યા. એક યુઝરે કમેન્ટ કરી- આજે કેવા કપડા પહેરીને બેઠી છે. વળી, બીજા યુઝરે કોમેન્ટ કરી - ઉર્ફી આજે સંપૂર્ણ કપડાં પહેરીને કેવી રીતે બેઠી છે. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું - હવે પ્રોપર્ટી 2 નહીં, 3 ભાગોમાં વહેંચવામાં આવશે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર