મુંબઈઃ પોતાના અતરંગી અંદાજના કારણે પ્રખ્યાત ઉર્ફી જાવેદ પોતાની ડ્રેસિંગ સેન્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ઉર્ફી પોતાના કપડાને લઈને ઘણા વિવાદોમાં આવે છે. હાલમાં ઉર્ફીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં દુબઈ પોલીસે અતરંગી અને રિવીલિંગ કપડાને કારણે તેણીની ધરપકડ કરી છે.
હકીકતમાં, ઉર્ફી જાવેદને દુબઈમાં રિવીલિંગ કપડા પહેરવા બાબતે કસ્ટડીમાં લેવામાં આવી છે. ભારતમાં ઉર્ફી હંમેશા પોતાના બોલ્ડ કપડા અને નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ પોતાના એક શૂટ માટે દુબઈ ગઈ હતી. પરંતુ, ત્યાં બોલ્ડ કપડા પહેરવાને કારણે પોલીસે તેણીને કસ્ટડીમાં લીધી છે.
જણાવી દઈએ કે ઉર્ફી જાવેદની કસ્ટડીમાં લેવાની બાબતને મીડિયામાં જણાવવામાં આવી રહ્યુ છે કે, 'તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા માટે પોતાના માટે બનાવેલા આઉટફીટમાં વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેને દુબઈના લોકોના જણાવ્યા અનુસાર પબ્લિક કરી દેવામાં આવ્યો હતો.' મળતી જાણકારી અનુસાર આઉટફીટમાં નહીં પણ તેણીએ જ્યાં આ કપડાં પહેર્યા હતા તે એક ખુલ્લી જગ્યા છે અને ત્યાં આવું કશું પહેરવાની પરવાનગી નથી જે તેણીએ ત્યારે પહેરી લીધું હતું.'
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર દુબઈ પોલીસ ઉર્ફી જાવેદની સતત પુછપરછ કરી રહી છે. જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ પોતાના રીવિલિંગ અને અજીબોગરીબ કપડાને લઈને સોશિયલ મીડિયા પર અવારનવાર ટ્રોલ થતી રહે છે. જોકે તેણીના ચાહકોની પણ કમી નથી. બોલિવૂડના તમામ દિગ્ગજ સેલિબ્રિટી ઉર્ફીની આ અતરંગી ફેશનના વખાણ કરી ચુક્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર