નુસરત જહાંને પૂજા કરવા પર ઉલેમાએ આપ્યો ફતવો, "તે ઇસ્લામને બદનામ કર્યો"

News18 Gujarati
Updated: October 7, 2019, 5:08 PM IST
નુસરત જહાંને પૂજા કરવા પર ઉલેમાએ આપ્યો ફતવો,
નૂસરત જહાં

ટીએમસી સાંસદ નુસરત જહાંએ દુર્ગાપૂજા વખતે પતિ સાથે પૂજા અર્ચના કરતા દેવબંદી ઉલેમા નારાજ થયા છે. તેમણે નુસરતને પોતાનું નામ બદલી દેવા સુધીને સલાહ આપી દીધી છે.

  • Share this:
બાંગ્લા એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ (TMC MP Nusrat Jahan) નુસરત જહાંએ જે દિવસથી લગ્ન કર્યા છે દિવસથી તે એક પછી એક વિવાદોમાં પડી રહી છે. હાલમાં જ નુસરત જહાંએ તેના પતિ સાથે પંડાલમાં જઇને દુર્ગાપૂજા કરી હતી. જેની તસવીરો પણ ઇન્ટરનેટ પર ભારે વાયરલ થઇ હતી. તે પછી દેવબંદી ઉલેમાએ નસુરતના પૂજા કરવા મામલે વિરોધ નોંધાવ્યો છે. ઉલેમાએ નુસરત જહાંને પોતાનું નામ બદલવાની સલાહ પણ આપી છે. સાથે જ ઉલેમાએ કહ્યું કે નુસરત જહાં મુસ્લિમો અને ઇસ્લામને બદનામ કરી રહી છે.

નુસરત જહાંથી નારાજ ઉલેમાએ કહ્યું કે "તેણી ધર્મથી વિરુદ્ધ હોય તેવું કામ કરી રહી છે. ઇસ્લામમાં અલ્લાહ સિવાય કોઇની પણ પૂજા-પ્રાર્થના કરવી હરામ છે. જો નસુરતને આવા જ ધર્મ વિરોધી કામ કરવા હોય તો તે પોતાનું નામ બદલી દે. આવા કામ કરીને તો તે ખાલી ઇસ્લામ અને મુસ્લમાનોને બદનામ જ કરી રહી છે." ઇત્તેહાદ ઉલેમા એ હિંદના ઉપાધ્યક્ષ મુફ્તી અસદ કાસમીએ કહ્યું કે "નુસરત જહાં આ રીતે કંઇ પહેલીવાર પૂજા નથી કરી રહી. આ પહેલા પણ તે પૂજા કરી ચૂકી છે.

આ વખતે તેણે નવ દુર્ગાની પૂજા કરી છે. હું સમજું છું ત્યાં સુધી આ પ્રકારનું કામ ઇસ્લામની અંદર બિલકુલ વ્યાજબી નથી. આવું કરવા માટે ઇસ્લામ મંજૂરી નથી આપતો. અલ્લાહ સિવાય કોઇની પણ પૂજા કરવી ઇસ્લામમાં હરામ છે.

મુફ્તી અસદ કાસમીએ કહ્યું કે "નૂસરત ઇસ્લામમાં નથી માનતી. ઇસ્લામનો અમલ પણ નથી કરતી. તેના તમામ કામ ધર્મ વિરોધી છે. તેના લગ્ન પણ ધર્મ વિરોધી હતા. હું તો તેને એ જ સલાહ આપીશ કે તું તારું નામ બદલી દે. શું કામ ઇસ્લામને બદનામ કરે છે? આ રીતે તો તે નામ રાખી મુસ્લિમો અને ઇસ્લામને બદનામ કેમ કરી રહી છે?
First published: October 7, 2019, 5:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading