ઉદ્ધવ ઠાકરેએ કંગના રનૌટ પર સાધ્યું નિશાન, તો એક્ટ્રેસે ટ્વિટ કરી કર્યો પલટવાર

શિવસેના અને કંગના રનૌટ વચ્ચે શાબ્દિક જંગ ચાલુ જ છે.

એક દશેરા રેલી દરમિયાન મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ નામ લીધા વગર કંગના પર નિશાન સાધ્યું, જે બાદ કંગના રનૌટ (Kangana Ranaut)એ ઉદ્ધવ ઠાકરેનું નામ લેતા તેમને ચેતવણી આપી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut) અને શિવસેનાની વચ્ચે શાબ્દીક જંગ ચાલુ છે, રવિવારનાં એક દશેરા રેલી દરમિયાન મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ નામ લિધા વગર કંગના રનૌટ પર નિશાન સાધ્યુ, જે બાદ કંગના રનૌટે ઉદ્ધવ ઠાકરેનું નામ લેતા તેને ચેતવણી આપી છે. ખરેખરમાં, આ રેલીમાં CM ઉદ્ધવએ કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર, મુંબઇ પોલીસ અને આદિત્ય ઠાકરે સહિત તેનાં પરિવાર પર ઘણું કિચડ ઉછાળ્યું છે.

  ઉદ્ધવ ઠાકરે પર નિશાન પર કંગના

  ઉદ્ધવએ આ દરમિયાન કંગના અને PoK વાળી ટ્વિટનો પણ ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે, 'કોઇએ કહ્યું હતું કે, PoKની જેમ છે.. આ લોકો મુંબઇમાં કામ કરે છે અને પછી શહેરનું નામ ખરાબ કરે છે. આ એક પ્રકારે 'નમક હરામી' છે. એક એવી કહાની બનાવવામાં આવી છે જેમ મુંબઇ અને આખા મહારાષ્ટ્ર એક ડ્રગ હેવન છે અને અહીં પ રબધા જ ડ્રગ એડિક્ટ છે. મુંબઇ અને મહારાષ્ટ્રની બેઇજતી કરનારીને સખતાઇથી આટોપવામાં આવશે.'  કંગના રનૌટે CM પર કર્યો પલટવાર

  ઉદ્ધવ ઠાકરેનાં નિવેદન બાદ કંગનાએ એક ટ્વીટ કરતાં લખ્યું કે, 'જેમ હિમાલયની સુંદરતા દરેક ભારતીયની છે. તેમ મુંબઇ જે સમય આપે છે તે આપણાં બધા સંબંધિત છે. આ બંને જ મારા ઘરમાં છે. ઉદ્ધવ ઠાકરે આપ અમારાથી અમારું લોકતાંત્રિક અધિકાર છીનવવાં અને અમને વહેચવાનો પ્રયાસ ન કરો. આપનાં ગંદા ભાષણ આપની નાકામિયાબીનું અશ્લીલ પ્રદર્શન છે. '
  Published by:Margi Pandya
  First published: