Home /News /entertainment /ટ્વિંકલ ખન્નાએ ફિટ અને યુવા દેખાવાનો રાઝ ખોલ્યું, વહીદા રહમાનની આ ટિપ્સ કરે છે ફોલો

ટ્વિંકલ ખન્નાએ ફિટ અને યુવા દેખાવાનો રાઝ ખોલ્યું, વહીદા રહમાનની આ ટિપ્સ કરે છે ફોલો

ફોટોઃ @twinklerkhanna

બોલિવૂડની સુંદર અને ટેલેન્ટેડ એક્ટ્રેસમાંથી એક છે. પોતાના ટેલેન્ટના દમ પર એક્ટ્રેસે પોતાની અલગ જગ્યા બનાવી છે. 47 વર્ષની ટ્વિંકલ આજે પણ એટલી જ યુવા દેખાય છે. આજે ભલે તે કોઈ ફિલ્મમાં જોવા નથી મળતી પરંતુ, તે સર્વશ્રેષ્ઠ લેખકોમાંથી એક બની ગઈ છે. ટ્વિંકલે હાલમાં જ એક પોસ્ટ શેર કરીને જણાવ્યુ હતું કે તેણી નાની હતી ત્યારે તેણીના ફક્ત ત્રણ લક્ષ્ય હતાં. એક બાળક, એક કૂતરુ અને એક બગીચો.

વધુ જુઓ ...
મુંબઈઃ ટ્વિંકલ ખન્નાએ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત બૉબી દેઓલ સ્ટારર ફિલ્મ 'બરસાત'થી કરી હતી. પોતાની ફિલ્મ માટે એક્ટ્રેસને બેસ્ટ ફિલ્મફેર ડેબ્યૂ એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ ટ્વિંકલ ખન્ના ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. ટ્વિંકલે જણાવ્યુ હતું કે જ્યારે પણ તેનું કૂતરા અને બાળકથી મગજ ભારે થઈ જાય છે ત્યારે તે છોડ સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે બગીચામાં જતી રહે છે.

પૂર્વ અભિનેત્રી અને લેખક ટ્વિંકલ ખન્નાએ હાલમાં જ પોતાની ચેનલ ટ્વીક ઈન્ડિયા દ્વારા જણાવ્યુ છે કે કેવી રીતે તેણી આજે પણ યંગ અને ફિટ દેખાવવા માટે શું કરે છે. તેણીએ પોતાના સિક્રેટ્સ પણ શેર કર્યા છે. ટ્વિંકલે પોતાની ફિટનેસ રુટિનનો ખુલાસો કર્યો અને જણાવ્યુ કે તેમાંથી એક આદત તો તેણીએ દિગ્ગ્જ એક્ટ્રેસ વહીદ રહેમાન પાસેથી સીખી છે!

આ પણ વાંચોઃ Golden Globe Awards 2023: RRRને નોમિનેશન બાદ ખુશીથી ઝૂમી ઉઠી આલિયા, આ સેલેબ્સે આપી શુભકામના

પ્રકૃતિની ખૂબ જ નજીક રહો


ટ્વિંકલે જણાવ્યુ કે બાળપણથી તેણીના ફક્ત ત્રણ લક્ષ્ય હતાં- એક બાળક, એક કૂતરો અને એક બગીચો. તેણીનું કહેવું હતુ કે ક્યારેય પણ કૂતરો કે તેનું બાળક તેણીને પરેશાન કરી દેતું તો તે બગીચામાં છોડ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું પસંદ કરતી હતી. તેણીએ કહ્યુ, 'જો કોઈ પાસે ગાર્ડન પણ ના હોય તો પોતાની બારી અથવા અગાસીમાં છોડ જરુર લગાવવા જોઈએ. તમે પણ પ્રયત્ન કરજો મૂડ તુરંત જ ઠીક કરી દેશે.'

કંઈક નવું શીખતા રહો


ટ્વિંકલ ખન્નાનું કહેવું છે કે તેણીએ ઘણો સમય કાઢી દીધા બાદ બાળક સાથે ગિટાર શીખવાનું શરુ કર્યુ હતું. તેણીએ કહ્યુ, 'હું ખૂબ સારી સિંગર નથી. પરંતુ પોતાના દીકરા સાથે ગીટાર વગાડવાનું શીખવાનું શરુ કર્યુ. શું ખબર એક દિવસ સારી સિંગર બની જાઉ.'

આ પણ વાંચોઃ ભગવાન ભરોસે બોલિવૂડના ખાન્સ, તિલક-ટોપી સાથે દેખાયો આમિર તો કિંગ ખાન વૈષ્ણોદેવીના શરણે

રાત્રે હળવું ભોજન કરો


ટ્વિંકલ ખન્ના કહે છે કે, "આ આદત મેં વહીદા રહેમાનજી પાસેથી શીખી છે. રાત્રે ઓછું ભોજન કરવાથી શરીર તમારા ભોજનને પાચન કરવામાં ઉર્જા ખર્ચ કરવાને બદલે આરામ કરી શકે છે. હું પણ વહીદાજીની જેમ પ્રતિદિન ડિનરમાં ઑમલેટ ખાઉ છું.'

તણાવ દૂર કરવા માટે આપી સલાહ


પોતાની વાતચીતમાં ટ્વિંકલ ખન્નાએ પોતાના શ્રોતાઓને સ્ટ્રેસથી બચાવવા માટે અમુક શ્વાસવાળા વ્યાયામ કરવાની સલાહ આપી. એક્ટ્રેસે કહ્યુ, 'જ્યારે વધતી ઉંમર દેખાવા લાગે તો તમે શ્વાસ લેવાવાળા વ્યાયામ કરી શકાય છે અને ફક્ત પાંચ મિનીટમાં તમમે રિલીવ મળશે તેમજ એનર્જેટિક ફીલ કરશો.'

ખુશ રહેવું ખૂબ જ જરુરી


પોતાની વાત રાખતા તેણે કહ્યુ, પોતાને ખુશ રાખવા ખૂબ જ જરુરી છે. હું મારી જાતને ખુશ રાખવા માટે દરેક શક્ય પ્રયત્ન કરુ છું. એક મજેદાર ગીત ગાવુ, એક ખરાબ જોક્સ સંભળાવો જેનાથી ટીનેજર્સ પણ હેરાન રહી જાય.'

આ પણ વાંચોઃ હોલિવૂડની એક્ટ્રેસથી પ્રેરિત થઈ વાણીએ તમામ હદ કરી પાર

સનસ્ક્રીન લગાવો


ટ્વિંકલે કહ્યુ, "જન્મની સાથે તેની પૂરી સ્કિન પર ઘબ્બા હતાં. તેથી તે હંમેશા દરેક સમયે સનસ્ક્રીન લગાવે છે. ખાસ કરીને જ્યારે પણ તડકામાં બહાર નીકળે.

પુસ્તકો સાથે દોસ્તી કરો


ટ્વિંકલ ખન્નાએ આગળ જણાવ્યુ હતું કે, જેમાં તેણી હંમેશા વ્યસ્ત રહે છે અને ખુશ રહે છે. તે છે, તેણીની પુસ્તકો. તેણીએ પોતાની ત્રણ ફેવરેટ બુક રોલ્ડ ડાહલઃ ધ કલેક્ટેડ શોર્ટ સ્ટોરીઝ,

પીજી વોડહાઉસઃ ઘ વર્લ્ડ ઑફ બ્લેંડિંગ્સ અને એન્ટોની ડી સેન્ટ-એક્સુપરીની ધ લિટિલ પ્રિન્સ વિશે પણ વાત કરી.
First published:

Tags: Bollywood બોલિવૂડ, Entertainment news, Twinkle Khanna, મનોરંજન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો