Lockdown વચ્ચે પત્ની ટ્વીંકલ ખન્નાને લઈ હોસ્પિટલ પહોંચ્યો અક્ષય કુમાર, Video વા્યરલ

News18 Gujarati
Updated: March 29, 2020, 3:32 PM IST
Lockdown વચ્ચે પત્ની ટ્વીંકલ ખન્નાને લઈ હોસ્પિટલ પહોંચ્યો અક્ષય કુમાર, Video વા્યરલ
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

અક્ષય કુમાર (Akshay Kumar) જ્યારથી પોતાની પત્ની ટ્વીંકલ ખન્ના સાથે હોસ્પિટલથી પાછા આવ્યા છે ત્યારથી જાત-જાતનીની અટકળો લગાવવામાં આવી રહી

  • Share this:
મુંબઈ : બોલિવુડ(Bollywood)ના ખેલાડી એટલે કે અક્ષય કુમાર હાલમાં ચર્ચામાં છે. 25 કરોડ દાન કર્યા બાદ ફરી અક્ષય પોતાની પત્ની ટ્વીંકલ ખન્ના સાથે ચર્ચામાં છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા (Soial Media)માં વાયરલ થયો છે, જેમાં પોતાની પત્ની સાથે તે જોવા મળી રહ્યા છે અને હોસ્પિટલથી પાછા આવી રહ્યા છે. હોસ્પિટલનું નામ સાંભળતા જ લોકો ગભરાઈ ગયા અને થોડા જ સમયમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. ફેન્સ જાણવા માટે ઈચ્છુક હતા કે, બંને હોસ્પિટલ કેમ પહોંચ્યા.

અક્ષય કુમાર (Akshay Kumar) જ્યારથી પોતાની પત્ની ટ્વીંકલ ખન્ના સાથે હોસ્પિટલથી પાછા આવ્યા છે ત્યારથી જાત-જાતનીની અટકળો લગાવવામાં આવી રહી હતી પરંતુ આ અટકળો પર ટ્વિંકલે ખુદ વિરામ લગાવતા પુરી વાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના(Twinkle Khanna)એ ખુદ એક વીડિયો જાહેર કર્યો. તેમણે આ વીડિયો દ્વારા લોકોને જણાવ્યું કે, હાલમાં સવારના સાડા દસ વાગી રહ્યા છે, અને મુંબઈના રસ્તાઓ ખાલી છે અને રસ્તા પર કાગડા અને કબુતર સિવાય કોઈ જોવા નથી મળી રહ્યું. અક્ષયને પોતાનો ડ્રાઈવર બતાવતા કહ્યું કે, આ મારો ડ્રાઈવર છે અને અમે હોસ્પિટલથી પાછા આવી રહ્યા છીએ. પરંતુ તેનો મતલબ એ નથી કે, મને કોરોના વાયરસ થયો છે. તેણે કહ્યું કે, હોસ્પિટલ અન્ય પણ ઘણા કારણોથી જવું પડે છે. તેણે કહ્યું કે, આ રવિવારે મારા પતિનું ખિસ્સુ ઢીલું છે અને દિલ ખુબ મોટું છે, પરંતુ મારો પગ તૂટી ગયો છે. તમારા બધા માટે રવિવાર શુભ રહે.





તમને જણાવી દઈએ કે, પીએમ મોદીની અપીલ બાદ ભારતમાં આ મહામારીથી લડવા માટે 25 કરોડનું દાન આપવાની અક્ષયે જાહેરાત કરી છે. અક્ષયના આ પગલાની સોશિયલ મીડિયા પર ખુબ વખાણ થઈ રહ્યા છે. આ પ્રશંસામાં તેની પત્ની અને બોલિવુડ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના પણ પાછળ નથી. આ સારા કામ પર તેને પોતાના પતિ પર ગર્વ છે. પતિ અક્ષય કુમારની આ જાહેરાત પર તેણે સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી છે.
First published: March 29, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading