Home /News /entertainment /KBCમાં અમિતાભની જગ્યાએ જોવા મળશે ગુજરાતની આ છોકરી, અમિતાભથી લઈને દર્શકો પણ થઈ ગયા હેરાન

KBCમાં અમિતાભની જગ્યાએ જોવા મળશે ગુજરાતની આ છોકરી, અમિતાભથી લઈને દર્શકો પણ થઈ ગયા હેરાન

ફાઇલ ફોટો

'કૌન બનેગા કરોડપતિ'ના લેટેસ્ટ એપિસોડ ખૂબ જ રોમાંચક જોવા મળશે. કારણકે આ એપિસોડમાં તમને અમિતાભ બચ્ચનની જગ્યાએ એક ગુજરાતની છોકરી જોવા મળશે. આ વાત જાણીને અમિતાભ બચ્ચનથી લઈને દર્શકો પણ હેરાન થઈ ગયા છે.

    મુંબઈઃ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો 'કૌન બનેગા કરોડપતિ 14' દર્શકોનો ખૂબ જ પસંદ કરવામાં આવતો શો છે. આ શો દરરોજ એક નવા એપિસોડ સાથે ઘણો મજેદાર બની જાય છે. આ દરમિયાન શોનો એક નવો પ્રોમો સામે આવ્યો છે, જેમાં એક કન્ટેસ્ટેન્ટ અમિતાભ બચ્ચનની ખુરશી પર પોતાનો કબજો જમાવી લે છે. કન્ટેસ્ટેન્ટની આ હરકતથી અમિતાભની સાથે-સાથે દર્શકો પણ હેરાન રહી ગયા છે.

    'કૌન બનેગા કરોડપતિ'ના આવનારા એપિસોડમાં તમે જોઈ શકશો કે, ગુજરાતના રાજકોટથી આવેલી એક કન્ટેસ્ટેન્ટ અમિતાભ બચ્ચનની ખુરશી પર પોતાનો કબજો જમાવી લે છે. હકીકતમાં શોમાં આવેલી આ કન્ટેસ્ટેન્ટ ખૂબ જ એક્સાઇટેડ હોય છે. તે ફિંગર રાઉન્ડ જીત્યા બાદ જ્યારે સ્ટેજ પર આવે છે તો તે ઉતાવળમાં હૉટસીટ પર બેસવાની બદલે અમિતાભ બચ્ચનની જગ્યાએ બેસી જાય છે.

    આ પણ વાંચોઃ 'ઉર્ફી જાવેદનો ભાઈ લાગી રહ્યો છે' - પ્રતીક બબ્બરને અજીબોગરીબ શૂટના કારણે સોશિયલ મીડિયા પર થવું પડ્યુ ટ્રોલિંગનો શિકાર

    કન્ટેસ્ટેન્ટની આ હરકતથી પહેલા અમિતાભ બચ્ચન તેને ધ્યાનથી જુએ છે અને પછી કંઈ પણ બોલ્યા વિના હૉટસીટ પર બેસી જાય છે. જેના પછી અમિતાભ બચ્ચન કે છે કે, 'ફોરમ જી, હું તમને જણાવી નથી શકતો કે, હું હૉટસીટ પર બેસીને કેટલો ખુશ છું.' અમિતાભની આ વાતથી કન્ટેસ્ટેન્ટને ફીલ થાય છે કે, તે ખોટી સીટ પર બેસી ગઈ છે અને હસતાં-હસતાં કહે છે, 'બધું ઉંધુ-સીધું થઈ રહ્યુ છે.' તેના પર અમિતાભ બચ્ચન કહે છે- તમે થોડા વિચિત્ર છો, જવાનું હતું ત્યાં અને પહોંચી ગયા અહીંયા. જેના પર કન્ટેસ્ટેન્ટ જવાબ આપે છે કે, 'સર આ રીતે કન્ફ્યુઝ થઈને ક્યાંય પણ જતી રહુ છુ, પણ સાચી જગ્યાએ પહોંચી જ જવું છુ.' તમને જણાવી દઈએ કે, ગુજરાતના રાજકોટથી આવેલી આ કન્ટેસ્ટેન્ટ ફોરમ મકાડિયા એક ટેક્સ ઈન્સ્પેક્ટર છે.



    આ પણ વાંચોઃ ઉર્વશી રૌતેલાએ 69 મિલિયન ફોલોવર્સ થવા પર ફ્લોન્ટ કર્યો સાડી લુક, યુઝર્સે કહ્યુ - 'પાકિસ્તાનનો ઝંડો..'

    શાનદાર પરફોર્મ કરી રહી છે ફિલ્મ 'ઉંચાઈ'


    તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન આ દિવસે તેની ફિલ્મ 'ઉંચાઈ'ને લઈને ચર્ચાનો વિષય બન્યા છે. તે ફિલ્મને ફેમિલિ ડ્રામા ફિલ્મ બનાવવા માટે ફેમસ ડિરેક્ટર સૂરજ બડજાત્યાએ ડિરેક્ટ કતરી છે. દોસ્તીની વાર્તા આધારિત ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે બોમન ઈરાની, નીના ગુપ્તા, પરિણીતી ચોપડા અને ડેની ડેન્ઝોંગપા પણ મુખ્ય પાત્રમાં જોવા મળે છે.

    મલ્ટી સ્ટારર ફિલ્મ 'ઉંચાઈ' પણ ઓપનિંગ ડે થી સારુ પરફોર્મ કરી રહ્યુ છે.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Aamitabh Bachchan, Entertainment news, Kaun Banega Crorepati, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन