#Metoo પર બોલી શિલ્પા શિંદે - ઇન્ડસ્ટ્રીમાં બળાત્કાર થતા નથી, બધુ સહમતીથી થાય છે

શિલ્પાનું કહેવું છે કે જ્યારે આવું બધુ થાય છે ત્યારે જ અવાજ ઉઠાવવો જોઈએ. વર્ષો પછી આ ઘટનાનો ઉલ્લેખ કરવાનો કોઈ અર્થ નથી હોતો

News18 Gujarati
Updated: October 12, 2018, 7:48 PM IST
#Metoo પર બોલી શિલ્પા શિંદે - ઇન્ડસ્ટ્રીમાં બળાત્કાર થતા નથી, બધુ સહમતીથી થાય છે
શિલ્પાએ કહ્યું હતું કે તમે વર્ષો પછી અવાજ ઉઠાવો છો તો તેને કોઈ સાંભળશે નહીં. ફક્ત કોન્ટ્રોવર્સી થશે
News18 Gujarati
Updated: October 12, 2018, 7:48 PM IST
ભારતમાં #Metoo મૂવમેન્ટમાં નાના પાટેકર, આલોક નાથથી લઈને કૈલાસ ખેર અને રજત કપૂર જેવા મોટા નામો પર યૌન શોષણનો આરોપ લાગી ચૂક્યો છે. આવામાં મહિલાઓ ખુલીને સામે આવી રહી છે. વર્ષો જુની આવી ઘટનાઓ બહાર આવી રહી છે, જેના વિશે અત્યાર સુધી કોઈને ખબર ન હતી. આ મામલે હવે બિગ બોસ-11 વિનર અને ટીવી અભિનેત્રી શિલ્પા શિંદેએ પણ પોતાનો મત રજુ કર્યો છે.

શિલ્પાનું કહેવું છે કે જ્યારે આવું બધુ થાય છે ત્યારે જ અવાજ ઉઠાવવો જોઈએ. વર્ષો પછી આ ઘટનાનો ઉલ્લેખ કરવાનો કોઈ અર્થ નથી હોતો. ઝુમ ટીવીને આપેલ ખાસ ઇન્ટરવ્યુંમાં શિલ્પાએ કહ્યું હતું કે હું પણ એ શીખી શું કે જ્યારે થાય છે ત્યારે બોલો, પછી બોલવાથી કોઈ ફાયદો નથી.

શિલ્પાએ કહ્યું હતું કે તમે વર્ષો પછી અવાજ ઉઠાવો છો તો તેને કોઈ સાંભળશે નહીં. ફક્ત કોન્ટ્રોવર્સી થશે, આ સિવાય કશું જ થશે નહીં. તમારે તે સમયે જ પગલા લેવા જોઈએ જ્યારે આ બધુ બન્યું હોય. તમારામાં હિંમત હોવી જોઈએ. ઉલ્લેખનીય છે કે તેણે ટીવી શો ‘ભાભી જી ઘર પર હૈ’ના પ્રોડ્યુસર સંજય કોહલી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.

#MeToo: ડિરેક્ટરની 'ગંદી' વાત બાદ ચિત્રાંગદાએ છોડી હતી ફિલ્મ

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીથી આવી રહેલી આવી વાતોને લઈને શિલ્પાએ કહ્યું હતું કે આવું બધા સ્થળે થાય છે. ખબર નથી કેમ ફક્ત એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું નામ ખરાબ કરવામાં આવી રહ્યું છે. શિલ્પાએ કહ્યું હતું કે જે બધુ થાય છે તે એકબીજાની સહમતીથી થાય છે. ઇન્ડસ્ટ્રીમાં બળાત્કાર થતા નથી. જો તે આમ કરવા માટે તૈયાર નથી તો તેને ત્યાં જ છોડી દો.

#MeToo: અક્ષય કુમારે સાજીદ સાથે કામ કરવાની પાડી ના, છોડી 'હાઉસફુલ-4'
First published: October 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर