NCBના દરોડામાં રંગે હાથ ઝડપાઈ ટીવી એક્ટ્રેસ, બે ડ્રગ્સ પેડલર્સની પણ ધરપકડ

NCBના દરોડામાં રંગે હાથ ઝડપાઈ ટીવી એક્ટ્રેસ, બે ડ્રગ્સ પેડલર્સની પણ ધરપકડ
Bollywood Drug Case: સૂ્ત્રો મુજબ, NCBએ દરોડામાં કોકિન, એલએસડી, એમડીએમએ અને હસિશ જપ્ત કર્યા છે

Bollywood Drug Case: સૂ્ત્રો મુજબ, NCBએ દરોડામાં કોકિન, એલએસડી, એમડીએમએ અને હસિશ જપ્ત કર્યા છે

  • Share this:
    આશીષ સિંહ, મુંબઈઃ બૉલિવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યા મામલા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (Narcotics Control Bureau- NCB)એ દરોડા દરમિયાન એક ટીવી એક્ટ્રેસને રંગે હાથ ઝડપી પાડી છે. સાથોસાથ બે ડ્રગ્સ પેડલર્સની પણ ધરપકડ કરવામાં આવી છે. સુશાંત મામલામાં જ્યારથી ડ્રગ્સનો એંગલ સામે આવ્યો છે ત્યારથી બૉલિવૂડની અનેક અભિનેત્રીઓની NCB પૂછપરછ કરી ચૂકી છે, જેમાં દીપીકા પાદુકોણ સહિત અનેક જાણીતી અભિનેત્રીઓનો નામ સામેલ છે.

    દરોડા દરમિયાન જપ્ત કરાયું કોકિન



    NCB સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો આ ધરપકડ કરાયેલી ટેલીવીઝન એક્ટ્રેસ અને પકડાયેલા ડ્રગ્સ પેડલર્સના ઘર અને ઠેકાણાઓ પર હાથ ધરવામાં આવેલા દરોડાઓમાં તેમની પાસેથી કોકિન, એલએસડી, એમડીએમએ અને હસિશ જપ્ત કરવામાં આવ્યા છે. આ પહેલા પણ અનેક ડ્રગ્સ પેડલર્સ પર NCB કાર્યવાહી કરી ચૂકી છે.

    આ પણ વાંચો, આ શખ્સે કરી દીધો શરીરનો એવો હાલ, Guinness બુકમાં નોંધાવી દીધું નામ, Viral News

    NCB કરી રહી છે તપાસ

    નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુંબઈ પોલીસની ધીમી તપાસને જોતાં આ મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. ત્યારે આ કેસમાં ડ્રગ્સ એન્ગલ પણ સામે આવ્યો હતો, જેમાં NCBની ટીમ હાલમાં પણ તપાસ કરી રહી છે. આ ડ્રગ્સ મામલામાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને પણ લગભગ એક મહીનો જેલમાં પસાર કરવો પડ્યો હતો.

    આ પણ વાંચો, હવે ફ્રીમાં બદલી શકશો ફાટેલી-ગંદી નોટ, પરત મળશે પૂરા રૂપિયા, બેંક જઈને કરો માત્ર આ કામ!

    બીજી તરફ, સુશાંતના મોતની તપાસ કરી રહેલા સીબીઆઇએ ગત શુક્રવારે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)ને જણાવ્યું હતું કે તેમણે આ મામલા સાથે જોડાયેલી કોઈ પણ માહિતી મીડિયાને લીક નહોતી કરી. મામલામાં મીડિયા ટ્રાયલ વિશેની જનહિત અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે ટિપ્પણી કરી કે મીડિયાનું ધ્રુવીકરણ થઈ ગયું છે અને આ તેને નિયંત્રિત કરવા માટે નહીં પરંતુ તેના કામમાં સંતુલન કાયમ કરવાનો સવાલ છે.
    Published by:Mrunal Bhojak
    First published:October 25, 2020, 14:24 pm

    ટૉપ ન્યૂઝ