મુંબઇ: સામાન્ય રીતે કોઇપણ એક્ટરકને તેમનાં પહેલાં શોટ માટે સાઇનિંગ અમાઉન્ટ મળે છે. પણ રિશિ કપૂર પહેલા એવા એક્ટર હશે જેમને હિન્દી ફિલ્મોમાં તેમનાં પહેલાં શોટ માટે લાંચ મળી હતી. 65 વર્ષિય એક્ટરની આમ તો પહેલી ફિલ્મ 'મેરા નામ જોકર' જે વર્ષ 1970માં આવી. જેમાં રિશિ કપૂરે રાજ કપૂરનાં બાળપણનો રોલ કર્યો હતો. આ ફિલ્મ બાદ તેમણે હિરો તરીકે વર્ષ 1973માં 'બોબી' ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતું.
જોકે આ બંને ફિલ્મ પહેલાં તેમણે વર્ષ 1955માં તેમનાં પિતાની ફિલ્મ 'શ્રી 420'નાં પ્રખ્યાત સોન્ગ 'પ્યાર હુઆ, ઇકરાર હુઆ'માં નજર આવ્યાં હતાં. આ સોન્ગનાં એક સિનમાટે રિશિ કપૂર ભાઇ રણધીર કપૂર અને બહેન ઋતુ સાથે વરસાદમાં ચાલવાનું હોય છે. રિશિ કપૂરે વર્ષ 2017માં અમિતાભ બચ્ચન સાથેની એક વાતચીતમાં તેમનાં જીવનનો પહેલો શોટ વિશે વાત કરી હતી.
રિશિ કપૂરે જણાવ્યું હતું કે, 'આપ સૌએ તે ગીત જોયુ હશે. તે ગીતમાં ખુબ બધો વરસાદ હતો અને અમારે રેનકોટ પહેરીને વરસાદમાં ચાલવાનું હતું. મારા માટે આ ખુબજ અઘરું હતું. અને હું વારંવાર રડવા લાગતો હોત. ત્યારે નરગિસજી, જે તે સમયે મારા પિતાની સાથે શૂટિંગ કરી રહી હતી. તે મારી પાસે આવી અને મને એક ચોકલેટ બતાવી અને કહ્યું કે, જો હું આ સીનમાં મારી આંખો ખુલ્લી રાખીને વગર રડ્યે ચાલિશ તો તે મને આ ચોકલેટ આપી દેશે.'
રિશિ કપૂરે ઉમેર્યુ કે,'તે બાદ જ્યારે અમને ચાલવાનું કહેવામાં આવ્યું તો મારી આંખો સૌથી મોટી હતી અને સ્પષ્ટ દેખાતી હતી. તે તમે જોઇ શકો છો. રિશિે કહ્યું કે, તેઓ સતત મને ચોકલેટ બતાવી રહ્યાં હતાં અને મારી નજર પણ ત્યાં જ હતી. તે એક ચોકલેટે મને રોવાનું ભુલાવી દીધઉ હતું. મારા જીવનનો પહેલો સીન મે સંજય દત્તની માતા એટલે કે નરગિસજી એ આપેલી લાંચની મદદથી પૂર્ણ કર્યો હતો.'
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર