TMCની ખૂબસુરત સાંસદ નુસરત જહાંની પહેલી દુર્ગા પૂજા, પતિ સાથે કર્યો ડાન્સ

ટીએમસીના સાંસદ નુસરત જહાં (TMC MP Nusrat Jahan) એ લગ્ન પછી પહેલી વાર સાસરિયામાં દુર્ગા પૂજા કરી છે. પતિ નિખિલ જૈન સાથેની તેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

News18 Gujarati
Updated: October 6, 2019, 4:29 PM IST
TMCની ખૂબસુરત સાંસદ નુસરત જહાંની પહેલી દુર્ગા પૂજા, પતિ સાથે કર્યો ડાન્સ
લગ્ન બાદ પહેલી વખત દુર્ગા પૂજામાં પહોંચી નુસરત જહાં
News18 Gujarati
Updated: October 6, 2019, 4:29 PM IST
બંગાળની ઍક્ટ્રેસથી ટીએમસીની સાંસદ બની નુસરત જહાં રાજકીય અને ફિલ્મી કારકિર્દીને લઇને ચર્ચામાં રહે છે. નુસરત જહાંની ફેન ફોલોઇંગ એટલી જોરદાર છે કે દરેક કોઇ તેના જીવન સાથે જોડાયેલી બાબતો વિશે જાણવા માંગે છે. તેણી જે પણ તસ્વીર શેર કરે છે, તે વાયરલ થઈ જાય છે. આ વખતે લગ્ન બાદ નુસરતની પહેલી દુર્ગાપૂજા અને પતિ નિખિલ જૈન સાથે તેની તાજેતરની તસવીરો વાયરલ થઈ રહી છે. થોડા સમય પહેલા જ તેણે નવરાત્રીની ઉજવણી કરતી વખતે પતિ સાથે રોમેન્ટિક તસવીર શેર કરી હતી.

તાજેતરમાં જ નુસરત જહાંની કેટલીક તસવીરો ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહી છે. આ તસ્વીરોમાં નુસરત માતા દુર્ગાની આગળ હાથ જોડીને ઉભી છે અને તેની બાજુમાં પતિ નિખિલ જૈન છે. નુસરતે આ વર્ષે 19 જૂને લગ્ન કર્યા હતા. લગ્ન પછી નુસરતની આ પહેલી દુર્ગાપૂજા છે. આવી સ્થિતિમાં આ તક નુસરત તેમજ તેના ચાહકો માટે ખાસ છે. કદાચ આ જ કારણ છે કે તેની તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે.



આ તસવીરો કોલકાતાના સુરુચિ સાંગા પંડાલની છે, જ્યાં નૂસરત તેના પતિ સાથે દુર્ગાપૂજામાં પહોંચી હતી. આ તસવીરોમાં નુસરત લાલ અને પીળી સાડીમાં સુંદર દેખાઈ રહી છે અને સોનાના દાગીના પણ પહેર્યા છે. નિખિલે લાલ કુર્તો પહેર્યો છે.


તેના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર તેણે દરેકને શુભ પંચમીની શુભેચ્છાઓ આપીને તેના પતિ સાથે રોમેન્ટિક ફોટા શેર કર્યા. એક તસવીરમાં નુસરત તેના પતિ નિખિલ જૈનના ગાલ ખેંચતી નજરે પડી હતી, જ્યારે બીજી તસવીરમાં તે નિખિલના ખંભા પર ખૂબ જ સુંદર પોઝ આપતી હતી. આ બંને તસવીરો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ હતી. જ્યારે નિખિલે એક તરફ વાદળી રંગનો કુર્તા પહેર્યો હતો, તો બીજી બાજુ નુસરત ગ્રે-લાલ સાડીમાં જોવા મળી હતી. લોકો નુસરતની વધુ તસવીરોની રાહ જોઈ રહ્યા છે.
First published: October 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...