Home /News /entertainment /

લાઇવ ટેલીકાસ્ટમાં બિઝનેસમેને નેહા ધૂપિયાને આ રીતે ઉપાડી, વર્ષ પછી થઇ Troll

લાઇવ ટેલીકાસ્ટમાં બિઝનેસમેને નેહા ધૂપિયાને આ રીતે ઉપાડી, વર્ષ પછી થઇ Troll

નેહા ધુપિયા

12 વર્ષ જૂની તસવીર માટે નેહા ધુપિયા અત્યારે થઇ ટ્રોલ.

    સોશિયલ મીડિયા (Social Media) કેટલાક માટે ફાયદો કરાવે છે અને કેટલાકને નુક્શાન પણ. જો કે હાલ તો નેહા ધુપિયા આ સોશિયલ મીડિયાનું નુક્શાન વેઠી રહી છે તેવી સ્થિતિ ઊભી થઇ છે. સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ હવે સામાન્ય વાત થઇ ગઇ છે. અને બોલિવૂડના અનેક સ્ટાર્સને યુઝર્સ કોઇને કોઇ વાતે ટ્રોલ કરતા જ આવ્યા છે. પણ નેહા ધૂપિયા કદી નહતું વિચાર્યું કે 12 વર્ષ જૂની તસવીર માટે હાલ ટ્રોલ થશે. નેહા ધુપિયા હાલ ઇન્સ્ટાગ્રામ પર ટ્રોલ થઇ રહી છે. નેહા વર્જિન મોબાઇલના લોન્ચ માટે બનાવવામાં આવેલી એક ફિલ્મ દરમિયાન જાણીતા બિઝનેસમેન રિચર્ડ બ્રૌંનસન (Richard Brason) મળી હતી. અને તે સમયે જે પણ થયું તેના કારણે તે હાલ ટ્રોલ થઇ રહી છે.

    આ તસવીરમાં ભારતમાં વર્જિન મોબાઇલના લોન્ચ દરમિયાન બનાવવામાં આવેલી એક ફિલ્મની છે. જેને હાલ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટોગ્રાફર વિરલ ભિયાનીએ શેર કર્યું છે. માર્ચ 2008માં ભારતમાં નવા સેલફોન સર્વિસ વર્જિન મોબાઇલના પ્રમોશન માટે એક 20 મિનિટ લાંબી ફિલ્મ બની હતી. આ ફિલ્મનું નામ હતું 'અપના અંદાજ વેરી હટકે' આ ફિલ્મને મુંબઇ ચેનલની વી પર લાઇવ બ્રોડકાસ્ટ કરવામાં આવ્યો હતો. અને આ ફિલ્મમાં છેલ્લે નેહા ધુપિયા અને રિચર્ડ બ્રૈંનસનભી ડાન્સ કરે છે. ગીત પૂરું થતા લોકો તાળીઓ વગાડે છે. અને અચાનક જ રિચર્ડ નેહા ધુપિયા પોતાના ખોળામાં લઇને તેના કંઇક તેવું કરે છે કે નેહા ખૂબ જ શોક્ડ રહી જાય છે.


    આ ઇવેન્ટની જૂની તસવીરો વિરલ ભયાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરો સામે આવતા જ લોકોએ નેહાને જોરદાર ટ્રોલ કરી. લોકો અહીં તેમ પણ લખ્યું કે ઇટ્સ હર ચોઇસ.
    નેહા ધુપિયા થઇ ટ્રોલ



    ઉલ્લેખનીય છે કે હાલમાં જ એક રિયાલિટી શોના ઓડિશનમાં નેહા ધુપિયા એક યુવક પર ભડકી હતી કારણે તેની ગર્લફ્રેન્ડ એક સમયે પાંચ યુવકોને ડેટ કરીને તેની સાથે ચિટીંગ કરી રહી હતી. આ ચિટીંગના કારણે યુવકે તેની ગર્લફ્રેન્ડને થપ્પડ મારે છે. જે વાત નેહાને નથી ગમતી અને તે કહે છે કે આ તેની ચોઇસ છે. અને તે યુવકને ખૂબ જ લડે છે. જો કે નેહાના આ વર્તન માટે તેને પાછળથી લોકોએ ટ્રોલ કરી હતી. ત્યારે હવે આ તસવીરો જોઇને ફરી તે વાતને જ ઉલ્લેખી લોકોએ નેહાને બરાબરની સંભળાવી હતી.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Businessman, Neha dhupia, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन