Home /News /entertainment /દિવ્યા અગ્રવાલની સગાઈનો વીડિયો થયો વાયરલ, આ રીતે અપૂર્વએ કર્યુ પ્રપોઝ
દિવ્યા અગ્રવાલની સગાઈનો વીડિયો થયો વાયરલ, આ રીતે અપૂર્વએ કર્યુ પ્રપોઝ
Divya Agarwal Engagement Video: એક્ટ્રેસ દિવ્ચા અગ્રવાલે આજે પોતાની સગાઈના અમુક ફોટો શેર કરી ફેન્સને હેરાન કરી દીધા છે. વળી હવે સોશિયલ મીડિયા પર તેની સગાઈનો વીડિયો પણ સામે આવ્યો છે.
Divya Agarwal Engagement Video: એક્ટ્રેસ દિવ્ચા અગ્રવાલે આજે પોતાની સગાઈના અમુક ફોટો શેર કરી ફેન્સને હેરાન કરી દીધા છે. વળી હવે સોશિયલ મીડિયા પર તેની સગાઈનો વીડિયો પણ સામે આવ્યો છે.
મુંબઈઃ 'બિગ બોસ ઓટીટી (Big Boss OTT)' દિવ્યા અગ્રવાલ (Divya Agrawal)ની સગાઈ થઈ ગઈ છે. તેણીએ પોતાના બોયફ્રેન્ડ અપૂર્વ પડગાંવકર સાથે સગાઈ કરી છે, જેની તસવીરો તેણે મંગળવારે અચાનક પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરીને ફેન્સને હેરાન કરી દીધા હતાં. હવે તેણીની સગાઈનો એક વીડિયો સામે આવ્યો છે, જે ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
દિવ્યાની સગાઈનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો સામે આવતા દિવ્યાના ચાહકો તેણીને શુભકામના આપવા લાગ્યા છે. જણાવી દઈએ કે આ ખૂબ જ સુંદર વીડિયો છે, જેમાં પહેલા અપૂર્વ પોતાની ગર્લફ્રેન્ડ દિવ્યાને પ્રપોઝ કરતા જોવા મળે છે. ત્યારે દિવ્યા હા કહીને તેને ભેટી પડે છે.
જણાવી દઈએ કે, 5 ડિસેમ્બરે તેણે પોતાનો 30મો જન્મદિવસ ઉજવ્યો હતો અને તેનું સેલિબ્રેશન પણ ખાસ હતું, કારણકે અપૂર્વાએ તેણીને પ્રપોઝ કર્યુ હતું. વીડિયોમાં અપૂર્વા દિવ્યાને રિંગ પહેરાવતા જોવા મળે છે. તેના પહેલા દિવ્યાએ પોતાની સગાઈના ફોટો શેર કરતા પોસ્ટમાં લખ્યુ હતું, "શું હું ક્યારેય સ્માઈલ કરવાનું બંધ કરી શકીશ? કદાચ નહીં. જીવનમાં વધારે ચમક આવી ગઈ છે અને મને આ યાત્રાને શેર કરવા માટે એક બરાબર વ્યક્તિ મળી ગયું છે..."
નોંધનીય છે કે દિવ્યા અગ્રવાલ પહેલા વરુણ સૂદ સાથે રિલેશનશિપમાં હતી, જેનાથી તેણીની મુલાકાત 'એસ ઑફ સ્પેસ'ના સેટ પર થઈ હતી. તે બંને ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતાં, પરંતુ થોડા સમય બાદ બંને અલગ થઈ ગયા હતાં.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર