Home /News /entertainment /

કંગના રનૌતના નિવેદનથી નારાજ દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ, નોંધાવી FIR

કંગના રનૌતના નિવેદનથી નારાજ દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ, નોંધાવી FIR

કંગના રનૌત વિરુદ્ધ ફરિયાદ

તેમણે કહ્યું કે, સરકારે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. તેણે ટ્વીટ કરીને કહ્યું, 'કંગનાને કાં તો માનસિક હોસ્પિટલમાં મોકલવી જોઈએ અથવા તો જેલમાં મોકલી દેવી જોઈએ.

  કંગના રનૌત (Kangana Ranaut) એ બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) છે, જે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે અને ઘણી વખત એવા નિવેદનો આપે છે, જેના કારણે તેણે ટ્રોલનો સામનો કરવો પડે છે. આ કારણે જ કંગના રનૌતને બોલિવૂડની 'પંગા ક્વીન' કહેવામાં આવે છે. તાજેતરમાં, ત્રણેય કેન્દ્રીય કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત પછી, કંગનાની તીખી પ્રતિક્રિયા સામે આવી છે, જેણે હવે હોબાળો મચાવ્યો છે. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ, કોંગ્રેસની યુવા પાંખના રાષ્ટ્રીય સચિવ અમરીશ રંજન પાંડે અને સંગઠનના લીગલ સેલના કો-ઓર્ડિનેટર અંબુજ દીક્ષિતે પોલીસમાં કંગના વિરુદ્ધ FIR નોંધાવી છે.

  આ નિવેદનથી દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને યુથ કોંગ્રેસ નારાજ છે

  કંગના રનૌતની તાજેતરની ટિપ્પણીઓથી નારાજ દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ અભિનેત્રી વિરુદ્ધ મંદિર માર્ગ પોલીસ સ્ટેશનના સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. તો, કોંગ્રેસના યુવા એકમના રાષ્ટ્રીય સચિવ અમરીશ રંજન પાંડે અને સંગઠનના લીગલ સેલના કો-ઓર્ડિનેટર અંબુજ દીક્ષિતે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તે માને છે કે કંગનાની તાજેતરની ટિપ્પણીઓ 'રાજદ્રોહ'ના દાયરામાં આવે છે.

  'કંગનાને જેલ અથવા માનસિક હોસ્પિટલમાં મોકલો'

  દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના પ્રમુખ મનજિન્દર સિંહ સિરસાએ કંગના પર કથિત રીતે શીખો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, સરકારે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. તેણે ટ્વીટ કરીને કહ્યું, 'કંગનાને કાં તો માનસિક હોસ્પિટલમાં મોકલવી જોઈએ અથવા તો જેલમાં મોકલી દેવી જોઈએ.

  'વાંધાજનક અને અપમાનજનક' ભાષાનો ઉપયોગ

  સમિતિનું કહેવું છે કે, સોશિયલ મીડિયા પરની તેમની તાજેતરની પોસ્ટમાં, રણૌતે "ઇરાદાપૂર્વક" ખેડૂતોના વિરોધને 'ખાલિસ્તાની ચળવળ' તરીકે વર્ણવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અભિનેત્રીએ શીખ સમુદાય વિરુદ્ધ 'વાંધાજનક અને અપમાનજનક' ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ પોસ્ટ જાણી જોઈને તૈયાર કરવામાં આવી હતી અને શીખ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાના ગુનાહિત ઈરાદાથી શેર કરવામાં આવી હતી. તેથી, અમે તમને વિનંતી કરીએ છીએ કે, આ ફરિયાદને પ્રાથમિકતા પર ધ્યાનમાં લો અને FIR નોંધ્યા પછી કડક કાયદાકીય પગલાં લો.

  કઈં કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો

  કોંગ્રેસ યુવા પાંખના રાષ્ટ્રીય સચિવ અમરીશ રંજન પાંડેએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, કંગના રનૌત એક પ્રખ્યાત અભિનેત્રી છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર 78 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેથી, તેણીની ઇરાદાપૂર્વકની, બેજવાબદારીભરી અને દેશદ્રોહી પોસ્ટ્સ ભારતીય પ્રજાસત્તાક પ્રત્યે નફરત, તિરસ્કાર અને દુશ્મનાવટને ઉશ્કેરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે અભિનેત્રી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 124 એ (રાજદ્રોહ), કલમ 504 (શાંતી ભંગ કરવાના ઈરાદે જાણી જોઈને અપમાન) અને કલમ 505 (સાર્વજનિક શરારત કરતું નિવેદન) હેઠળ એફઆઈઆર નોંધવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

  આ પણ વાંચો8 કરોડનું મકાન અને મોંઘીદાટ ગાડીઓનો કાફલો, આવું છે હિરોઇન રશ્મિકા મંદાનાની Lifestyle

  કંગનાએ શું પ્રતિક્રિયા આપી હતી

  પીએમ મોદી દ્વારા આ બિલ પાછું ખેંચવાની જાહેરાત બાદ કંગનાએ સરકારના આ પગલાના વખાણ કરતા એક સોશિયલ મીડિયા યુઝરને જવાબ આપતા લખ્યું, 'જો રસ્તા પરના લોકોએ કાયદો બનાવવાનું શરૂ કરી દીધું છે અને ચૂંટાયેલી સરકાર સંસદમાં આ કાર્ય નહીં કરે, તો પછી આ એક એક જેહાદી રાષ્ટ્ર છે… તેવા બધાને અભિનંદન, જે આને પસંદ કરે છે.'
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Latest News, Kangna Ranaut

  આગામી સમાચાર