મુંબઈ. આજે પણ જ્યારે પણ ફિલ્મ શોલે (Sholay) ટીવી પર પ્રસારિત થાય છે તો લોકો તેને બિલકુલ મીસ નથી કરતા. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર (Dharmendra) અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) જય-વીરુની ભૂમિકા નિભાવીને લોકોના દિલમાં છવાઈ ગયા હતા. ફિલ્મી પડદાની આ દોસ્તી આજે પણ લોકો માટે એક ઉદાહરણરુપ છે. બીજી તરફ સંજીવ કુમાર (Sanjeev Kumar) ઠાકુરની ભૂમિકા નિભાવીને અમર થઈ ગયા. આ ફિલ્મનું દરેક પાસું જબરદસ્ત હતું, તે એક્ટિંગના મામલે હોય કે છે પછી સ્ક્રિપ્ટ. પરંતુ આટલી મહાન ફિલ્મમાં પણ કેટલીક ચૂક રહી ગઈ છે. શોલમાં આવા એક સીનની હાલમાં ખૂબ ચર્ચા થઈ રહી છે.
શોલે ફિલ્મનો આમ તો દરેક સીન ખૂબ જ ખાસ છે, પરંતુ ઠાકુર અને ગબ્બર સિંહની ફાઇટ એક અલગ જ થ્રીલ આપે છે. આ એક અનોખી ફાઇટ છે, જેમાં ઠાકુર હાથો વગર જ ગબ્બરનો સામનો કરે છે. આ સીનમાં ઠાકુરના હાથ દેખાઈ જાય છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હતું કે ગબ્બર સિંહ નિવૃત્ત પોલીસ અધિકારી ઠાકુર બલદેવ સિંહના બે હાથ ગબ્બરે કાપી દીધા હતા.
બાદમાં જય-વીરુની મદદથી ઠાકુર ગબ્બરથી બદલો લે છે અને ક્લાઇમેક્સ સીનમાં ઠાકુર અને ગબ્બર વચ્ચે ફાઇટ થાય છે. આ સીનમાં ઠાકુરના હાથ ઝભ્ભાની નીચે છુપાયેલા જોવા મળી જાય છે. ઠાકુર અને ગબ્બર સિંહની વચ્ચે ફાઇટનો આ સીન યૂટ્યૂબ ઉપર પણ અપલોડ થયેલો છે. લોકો આ સીનને ખૂબ જોઈ રહ્યા છે અને તેના પર રિએક્શન આપી રહ્યા છે.
નોંધનીય છે કે, ફિલ્મ શોલેમાં ગબ્બર સિંહની ભૂમિકા અમજદ ખાને નિભાવી હતી. આ ફિલ્મને સલીમ-જાવેદની જોડીએ લખી હતી ગોપાલ દાસ સિપ્પીએ પોતાના દીકરા રમેશ સિપ્પીની સાથે મળી તેનું નિર્દેશન કર્યું હતું. ફિલ્મમાં હેમા માલિની, જયા બચ્ચન (જયા ભાદુરી), અશરાની, જગદીપે પણ અગત્યની ભૂમિકાઓ નિભાવી હતી. આજે પણ આ ફિલ્મના ડાયલોગ્સ અનેક પ્રસંગે બોલવામાં આવે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર