Tejas First Look : દમદાર ફાઇટર પાયલટ લૂકમાં નજરે પડી કંગના

News18 Gujarati
Updated: February 17, 2020, 12:57 PM IST
Tejas First Look : દમદાર ફાઇટર પાયલટ લૂકમાં નજરે પડી કંગના
કંગનાની ફિલ્મ તેજસ

  • Share this:
કંગના રનૌતે (Kangana Ranaut) પોતાની આગામી ફિલ્મ તેજસ (Tejas)નો પહેલો લૂક શેયર કર્યો છે. આ નવી તસવીરમાં કંગના ઇન્ડિયન એરફોર્સ (Indian Air Force) ની પાયલેટ બનેલી નજરે પડે છે. આ તસવીરમાં તે દમદાર ઓફિસર જેવી લાગી રહી છે. અને તેમની પાછળ ફાઇટર પ્લેન ઊભું છે. કંગનાની આ નવી ફિલ્મમાં તે મહિલા ફાઇટર પાયલટના જીવન પર રીલ પ ઉતારતી નજરે પડશે. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન એરફોર્સે વર્ષ 2016માં મહિલાઓને કોમ્બેટ સર્વિસેસમાં લેવાની શરૂઆત કરી. અને તેજસમાં આવી જ એક મહિલા ફાઇટર પાયલટની વાત કહેવામાં આવી છે. તમે પણ જુઓ ફસ્ટ લૂક

આ ફિલ્મ વિષે કંગનાએ જણાવ્યું છે કે "વર્દી પહેલી આપણી મહિલા અધિકારીઓના બલિદાન વિષે આપણા દેશમાં વધુ ધ્યાન નથી આપવામાં આવતું. ત્યારે તેજસમાં આવી જ એક ફિમેલ એરફોર્સની મહિલા પાયલોટનો રોલ ભજવીશ જે દેશને બીજી બધી વસ્તુ કરતા પહેલા મૂકે છે. આશા રાખું છું કે આ ફિલ્મથી આજના યુવાનોમાં દેશભક્તિની ભાવના પેદા થાય. હું આ ફિલ્મને લઇને ખૂબ જ ઉત્સાહિત છું."


ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ આ વર્ષે ઉનાળાના સમયમાં ફ્લોર પર આવશે. અને વર્ષ એપ્રિલમાં રીલિઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન સર્વેશ મેવાડાએ કર્યું છે. અને તેમણે જ આ ફિલ્મની સ્ટોરી પણ લખી છે.

કંગનાની ફિલ્મ થલાઇવી


કંગનાની આ પહેલાની ફિલ્મ પંગા બોક્સ ઓફિસ પર નબળી સાબિત થઇ હતી. પંગામાં કંગનાએ કબડ્ડી પ્લેયરનું પાત્ર ભજવ્યું હતું. જે લગ્ન પછી બાળકો અને પરિવારના કારણે રમત પ્રત્યે પોતાના પેશનને ભૂલવાનું દુખ અનુભવે છે. આ પછી કંગના થલાઇવીમાં નજરે પડશે. જે તમિલનાડુની રાજનેતા જે જયલલિતાના જીવન પર આધારિત છે.
First published: February 17, 2020, 12:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading