કરીના અને સૈફનું ફોટોશૂટ ચાલી રહ્યો હતો અને તૈમૂરે હાથમાં ઉઠાવી લીધી 'Gun'

તૈમૂર અલી ખાન

જ્યારે સેટ પર સૈફ અને કરીના શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે થયું આવું

 • Share this:
  બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ કરીના કપૂર (Kareena Kapoor) અને એક્ટર સૈફ અલી ખાન (Saif Ali khan) ના પુત્ર તૈમૂર અલી ખાન (Taimur Ali Khan) હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે. તૈમૂર સૌથી પોપ્યુલર સ્ટાર કિડમાંથી એક છે. અને તે હંમેશા તેમના ક્યૂટ લૂક અને ક્યૂટ વસ્તુઓ કરીને લોકોનું મન જીતી લે છે. હાલમાં જ મામાના લગ્નમાં તૈમૂર પપ્પાના ખભા પર નાચતા જોવા મળ્યા હતા. ફરી એક વાર તૈમૂરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે તેના મમ્મી પપ્પા જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે વચ્ચે મસ્તી કરતા નજરે પડી રહ્યા છે. તૈમૂર અલી ખાનનો આ વીડિયો તેમના ફેન ક્લબે પોતાના ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

  થયું એવું કે એક્ટ્રેસ કરીના કપૂર (Kareena Kapoor) અને તેમના એક્ટર પતિ સૈફ અલી ખાન એક ફોટોશૂટમાં વ્યસ્ત હતા. તે સમયે તૈમૂર પણ ત્યાં હાજર હતા. આ વીડિયોમાં સૈફ અને કરીના જ્યારે ફોટોશૂટમાં વ્યસ્ત હતા ત્યારે સેટમાં તૈમૂર એક એર બ્લોઅરથી રમતો નજરે પડે છે. જ્યારે સેટ પર સૈફ અને કરીના શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તૈમૂર આસિસ્ટેંટ્સ સાથે રમતો નજરે પડી રહ્યો છે.


  કરીના અને સૈફ

  આ વીડિયો વિરલ ભિયાનીએ શેર કર્યો છે. સાથે જ કેપ્શન આપ્યો છે કે સૌથી પ્રેમાય વસ્તુ જે તમે દેખી છે. આ વીડિયો પર લોકો અનેક કોમેન્ટ કરી રહ્યા છે. અને લોકોને આમાં તૈમૂર સુપર ક્યૂટ લાગી રહ્યો છે.
  ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ તૈમૂર અલી ખાનના અનેક વીડિયો અને ફોટો વાયરલ થઇ ચૂક્યા છે.
  Published by:Chaitali Shukla
  First published: