તૈમૂર અલી-ઇનાયા ખેમૂને ધૂળેટી માણતા જોઇ, આ એક્ટરે કહ્યું- 'થેક્યૂ!'

તૈમૂર અલી-ઇનાયા ખેમૂને ધૂળેટી માણતા જોઇ, આ એક્ટરે કહ્યું- 'થેક્યૂ!'
તૈમૂર અને ઇનાયાની હોળી

કુણાલ અને સોહાએ પણ પોતાની પુત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

 • Share this:
  હોળી અને ધૂળેટી ભલે પૂરી થઇ હોય પણ બોલિવૂડ સ્ટાર્સ હજી પણ આ તહેવારની તસવીરો શેર કરી રહ્યા છે. અને તેમણે આ તહેવારને કેટલો મનભરીને માણ્યો છે તેની સુંદર યાદો વિષે જણાવી રહ્યા છે. બોલિવૂડની (Bollywood) આ હોળી સ્ટાર કિડ્સ માટે પણ ખાસ હતી. પટોડી ખાનદાનના છોટે નવાબ તૈમૂર અલી ખાન (Taimur Ali khan) માટે પણ આ હોળી ખાસ હતી. તેની મમ્મી કરીના કપૂરે (Kareena Kapoor Khan) તૈમૂરની હોળીની તસવીરો તેના ઇન્સ્ટ્રાગ્રામ પર શેર કરી હતી.

  તૈમૂર અલી ખાન
  તૈમૂર અલી ખાનની આ ફોટો શેર કરતા કરીના કપૂરે કેપ્શનમાં લખ્યું હતું કે લાગે છે કે ગુલાબી તેનો પણ કલર છે. ઉલ્લેખનીય છે કે કરીના પણ ગુલાબી રંગ લગાડેલી જ એક તસવીર શેર કરી હતી. અને આમ મા દિકરા બંને ગુલાબી રંગ ગમે છે તે કહેવાનો પ્રયાસ આ તસવીર શેર કરીને કર્યો હતો. તો બીજી તરફ તૈમૂરની બહેર ઇનાયા ખેમૂની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.
  કુણાલ અને સોહાએ પણ પોતાની પુત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અને એક્ટર કૃણાલ ખેમૂએ આ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે થેક્યૂ બાળકો તમારા કારણે રંગ અને આનંદની તે નાનપણની યાદો તાજી થઇ ગઇ. મેં ગત 12 વર્ષથી હોળી નથી રમી, અને હું કદી ના રમતો પણ ઇનાયાના કારણે તેના મિત્રોને ત્યાં હોળીની પાર્ટીમાં આવ્યો અને ખૂબ આનંદ ઉઠાવ્યો.
  આ સાથે સોહા અલી ખાન પણ એક તસવીર શેર કરી છે જેમાં તેની પુત્રી ઇનાયા તેમને ગુલાલ લગાવે છે.

  વધુ વાંચો - 'Baaghi 3'ને મળ્યો હોળીનો ફાયદો, 5 દિવસમાં કરી આટલા કરોડની કમાણી
  Published by:News18 Gujarati
  First published:March 11, 2020, 11:18 am

  ટૉપ ન્યૂઝ