ભૂલ ભુલૈયા 2 : વિદ્યા બાલનના 'આમી જે તોમાર...' ગીત પર જોવા મળશે તબ્બૂનો હૉરર અવતાર

News18 Gujarati
Updated: February 20, 2020, 4:58 PM IST
ભૂલ ભુલૈયા 2 : વિદ્યા બાલનના 'આમી જે તોમાર...' ગીત પર જોવા મળશે તબ્બૂનો હૉરર અવતાર
તબ્બૂ અને વિદ્યા

ભૂલ ભુલૈયા 2માં કાર્તિક આર્યન સાથે કિયારા અડવાણી લીડ રોલમાં નજરે પડશે.

  • Share this:
2007માં આવેલી ફિલ્મ ભૂલ ભુલૈયાના સીક્વલ ભૂલ ભુલૈયા 2 હાલ થોડા સમયથી ચર્ચામાં છે. પહેલા આ ફિલ્મના લીડ રોલ અક્ષય કુમારની જગ્યા હવે કાર્તિક આર્યને લીધી હોવાના કારણે તે ખબરોમાં હતી. ત્યારે હવે આ ફિલ્મમાં એક બીજો પણ મોટો બદલાવ આ ફિલ્મમાં જોવા મળશે. ભૂલ ભૂલૈયામાં એકટ્રેસ વિદ્યા બાલનનું બંગાળી ગીત "આમી જે તોમાર" સુપર હિટ થયું હતું. આ ડાન્સમાં વિદ્યાએ ડરામણો ડાન્સ કર્યો હતો. હવે વિદ્યાના આ આઇકોનિક ગીત પર પાર્ટ 2 ફિલ્મમાં તબ્બૂ ડાન્સ કરતી નજરે પડશે.

ભૂલ ભુલૈયા 2માં કાર્તિક આર્યન સાથે કિયારા અડવાણી લીડ રોલમાં નજરે પડશે. આ ફિલ્મની શૂટિંગ શુક્રવારે જયપુરમાં શરૂ થવા જઇ રહી છે. નિર્દેશક અનીસ બાઝમીએ આ ફિલ્મમાં જૂની ફિલ્મના બે ગીતોને રિક્રિએટ કર્યા છે. જેમાં હરે કુષ્ણા હરે રામ અને આમી જે તોમાર છે.

ઉલ્લેખનીય છે કે ગોલમાલ 4 પછી તબ્બૂ આ બીજી હોરર કોમેડી ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલિઝ કરી દેવામાં આવ્યું છે. જેમાં ડરામણી ખોપરીઓની વચ્ચે ભગવા કપડા પહેરીને કૂલ લૂક આપતા કાર્તિક આર્યન નજરે પડે છે. ડાયરેક્ટર અનીસ બાઝમીને જ્યારે પુછવામાં આવ્યું કે શું ભૂલ ભુલૈયા 2 એક સીક્વલ છે? તો તેમને ડેક્કન ક્રોનિકલ્સ કહ્યું કે પૂરી રીતે આ સીક્વલ નથી. આ ફિલ્મમાં ગત ફિલ્મના બે ગીતોને રિક્રીએટ કરવામાં આવ્યા છે. એક ટાઇટલ સોંગ અને બીજું બંગાળી ગીત. આ ફિલ્મનું નામ સેમ છે પણ કહાની અલગ છે.
First published: February 20, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading