ભારે ભરખમ વિજળી બિલ જોઈ તાપસી પન્નુ ભડકી, સ્ક્રિનશોટ Share કરી ભડાશ કાઢી

ભારે ભરખમ વિજળી બિલ જોઈ તાપસી પન્નુ ભડકી, સ્ક્રિનશોટ Share કરી ભડાશ કાઢી
બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ

તાપસીએ બીજા ટ્વીટમાં કહ્યું કે, હવે આ એ એપાર્ટમેન્ટનું બિલ છે જ્યાં કોઈ રહેતું જ નથી. અઠવાડીયામાં એક દિવસ આ ઘર ખોલવામાં આવે છે

 • Share this:
  મુંબઈ : ભારે ભરખમ વિજળી બિલથી માત્ર સામાન્ય વ્યક્તિ જ નહી પરંતુ બોલિવુડ સેલિબ્રિટીને પણ તગડો ઝટકો લાગે છે. બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂને વિજળી બિલ જોઈ એવો ઝટકો લાગ્યો તે તેણે ટ્વીટ કરી સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે. એક્ટ્રેસે ટ્વીટ સાથે વિજળી બીલનો સ્ક્રિનશોર્ટ પણ શેર કર્યો છે.

  તાપસીએ અદાણી ઈલેક્ટ્રિસીટીને ટેગ કરી લખ્યું કે, 'લોકડાઉનના ત્રણ મહિના જ થયા છે અને મને પરેશાની એ છે કે, છેલ્લા એક મહિનામાં મે એવા તો કયા ઉપકરણોનો ઉપયોગ કર્યો અથવા ખરીદીને લાવી કે, મારૂ વિજળીનું બિલ આટલું ભારે ભરખમ આવ્યું. તમે કઈ પ્રકારે વિજળીનું બિલ ચાર્જ કરી રહ્યા છો?'.  તાપસીએ બીજા ટ્વીટમાં કહ્યું કે, હવે આ એ એપાર્ટમેન્ટનું બિલ છે જ્યાં કોઈ રહેતું જ નથી. અઠવાડીયામાં એક દિવસ આ ઘર ખોલવામાં આવે છે, તે પણ માત્ર સાફ-સફાઈ માટે. પરંતુ હવે મને ચિંતા છે કે, મારા આ એપાર્ટમેન્ટનો ઉપયોગ તો કોઈ અન્ય નથી કરી રહ્યુંને, તે પણ અમારી જાણ વગર. શું ખબર વિજળી કંપનીએ મને સચ્ચાઈ બતાવી દીધી હોય.  આ 6 ફિલ્મોમાં તાપસીએ શાનદાર અભિનય કર્યો છે

  તાપસીએ ગત વર્ષે મિશન મંગલ, ગેમ ઓવર, સાંડકી આંખ અને થપ્પડમાં અભિનય કર્યો હતો. આ પાંચમાં ચાર ફિલ્મો 2019માં રિલીઝ થઈ હતી. થપ્પડ આ વર્ષે માર્ચમાં રિલીઝ થઈ હતી. આ વર્ષે માર્ચના અંતિમ અઠવાડીયામાં બોક્સ ઓફિસ પર ફિલ્મ કોરોના વાયરસ મહામારીના કારણે પ્રભાવિત થઈ હતી. તાપસી પન્નૂએ આ તમામ પાંચ ફિલ્મોમાં શાનદાર અભિનય કરી ફેન્સની પ્રશંસા પ્રાપ્ત કરી હતી. આ સિવાય તાપસીએ બેબી ફિલ્મમાં પણ ટૂંકો રોલ નિભાવ્યો છે.
  Published by:kiran mehta
  First published:June 28, 2020, 23:23 pm

  ટૉપ ન્યૂઝ