તાપસી પન્નૂની દાદીનું થયું નિધન, દુઃખી થઈને કહી આ વાત

News18 Gujarati
Updated: May 31, 2020, 8:51 AM IST
તાપસી પન્નૂની દાદીનું થયું નિધન, દુઃખી થઈને કહી આ વાત
તાપસી પન્નૂએ પોતાની દાદીને ગુમાવતાં તેની પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે

તાપસી પન્નૂએ પોતાની દાદીને ગુમાવતાં તેની પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે

  • Share this:
મુંબઈઃ હાલમાં પોતાના ઘરે સમય પસાર કરી રહેલી એક્ટ્રેસ તાપસી પન્નૂ (Taapsee Pannu) પર દુઃખનો પહાડ તૂટી ગયો છે. તાપસીની દાદી (Grandmother) આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાના ઇનસ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટર પર ફોટો શૅર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ તેના કેપ્શનમાં જણાવ્યું કે દાદીનું જવું તેમના માટે કેટલો મોટો આઘાત છે. તાપસી પન્નૂએ પોતાની પોસ્ટમાં લખ્યું કે તેમની ‘બીજી’ પરિવાર માટે એક ‘ખાલીપણું’ છોડીને ગયા છે. તાપસીના આ પોસ્ટ પર અનેક લોકો તેને સાંત્વના આપતા જોવા મળી રહ્યા છે.

તાપસીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દાદીની એક તસવીર શૅર કરી છે, જેમાં ગુરુદ્વારામાં પૂજા સ્થળની નજીક તાપસીની દાદીનો ફોટો જોઈ શકાય છે. આ ફોટોને શૅર કરતાં તાપસીએ લખ્યું કે, મારી બીજી આજે ચાલી ગઈ. અમારી અંદર એક ખાલીપણું છોડીને. તમે હંમેશા મારા દિલમાં રહેશો..બીજી. તાપસી દ્વારા શૅર કરવામાં આવેલા આ પોસ્ટ પર તેના સોશિયલ મીડિયા સાથે જોડાયેલા અનેક લોકોએ તેમની દાદીની આત્માની શાંતિની કામના કરી છે અને તેમના પરિવારને સાંત્વના આપી છે.
 View this post on Instagram
 

The last of that generation in the family leaves us with a void that will stay forever.... Biji ❤️


A post shared by Taapsee Pannu (@taapsee) on

આ પણ વાંચો, અક્ષયે જાહેરમાં હાથ થોડી ટ્વિન્કલની માફી માંગી, કહ્યું ‘મારા પેટ પર લાત ન મારો’

નોંધનીય છે કે, તાપસી પન્નૂ હાલ મુંબઈમાં છે અને પોતાની બહેનની સાથે રહે છે. લૉકડાઉન અને હાલની સ્થિતિના કારણે તે પોતાની દાદીને અંતિમ વિદાય આપવા ન જઈ શકી. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તાપસી પોતાની દાદીની ખૂબ નિકટ હતી અને તેમના નિધનથી તાપસીને ઘેરો આઘાત પહોંચ્યો છે.

આ પણ વાંચો, હવે અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ પણ થશે OTT પ્લેટફોર્મ પર રિલીઝ, કરોડોમાં વેચાયા રાઇટ્સ


 
First published: May 31, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading