Home /News /entertainment /Bharat Jodo Yatra: સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધીને આપ્યું ગુલાબ, તો સોશિયલ મીડિયામાં મચ્યો ખળભળાટ

Bharat Jodo Yatra: સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધીને આપ્યું ગુલાબ, તો સોશિયલ મીડિયામાં મચ્યો ખળભળાટ

સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધીને આપ્યું ગુલાબ

Bharat Jodo Yatra: પ્રખ્યાત અભિનેત્રી સ્વરા ભાસ્કર (Swara Bhaskar) ગુરુવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો યાત્રામાં જોડાઈ હતી. સ્વરાએ 'ભારત જોડો યાત્રા'ના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. સ્વરા ભાસ્કર ફરી એકવાર આ ફોટોઝને લઈને હેડલાઈન્સમાં છવાઈ ગઈ છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Madhya Pradesh, India
    નવી દિલ્હી: સ્વરા ભાસ્કર (Swara Bhaskar) ઘણીવાર તેના સ્પષ્ટ અભિપ્રાય માટે જાણીતી છે. આ દિવસોમાં આ અભિનેત્રી ફરી એકવાર ચર્ચામાં છે. પરંતુ આ વખતે સ્વરા ભાસ્કર (Rahul Gandhi) તેના કોઈ ટ્વીટને લઈને નહીં, પરંતુ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને (Bharat Jodo Yatra) લઈને ચર્ચામાં છે. સ્વરા ભાસ્કરે ગુરુવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. ત્યારથી આ અભિનેત્રી સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર આવી ગઈ છે.

    સ્વરા ભાસ્કર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આ અભિયાનમાં જોડાઈ અને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. હાલમાં જ સ્વરાએ રાહુલ ગાંધી સાથેની નવી તસવીરો શેર કરી છે. આ તસવીરો ખૂબ જ રસપ્રદ છે, કારણ કે આ તસવીરોમાં સ્વરા રાહુલ ગાંધીને ગુલાબનું ફૂલ આપતી જોવા મળી રહી છે.

    bollywood swara bhaskar joins rahul gandhi bharat jodo yatra shares photo
    સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધીને આપ્યું ગુલાબ


    bollywood swara bhaskar joins rahul gandhi bharat jodo yatra shares photo
    સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધીને આપ્યું ગુલાબ


    આ પણ વાંચો: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં બહેન પ્રિયંકા અને સચિનનો મળ્યો સાથ, ગહેલોત ટેન્શનમાં દેખાશે

    આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં સ્વરાએ લખ્યું છે કે, “હું ફક્ત આ ફૂલો રાહુલ ગાંધી સુધી પહોંચાડી રહી છું. આ ફૂલ એક યુવક લાવ્યો હતો અને લાંબા સમયથી તે રાહુલ ગાંધીને આ ફૂલ આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. નફરત સામે ઉભા રહો અને દેશ સાથે ઉભા રહો."

    સ્વરા ભાસ્કરની આ તસવીરો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું છે. ઘણા લોકોએ અભિનેત્રીને ટ્રોલ કરી હતી અને કેટલાક તેના સમર્થનમાં ઉભા પણ જોવા મળ્યા હતા. તે જ સમયે, ઇન્ડસ્ટ્રીના તેના મિત્રોમાં, અભિનેત્રી ગૌહર ખાને સ્વરાના આ ફોટા પર હાર્ટ ઇમોજી સાથે કોમેન્ટ્સ કરી છે. આ સિવાય ઘણા યુઝર્સે તેને ટ્રોલ કરતી વખતે કોમેન્ટ પણ કરી છે. કોઈએ કહ્યું કે, તમે રાજકારણમાં જોડાવાના છો. તે જ સમયે, તેના ફોટા પર કોઈએ કંઈક અલગ સલાહ આપી છે. જો કે સ્વરાના ફોટો પર હજારો લોકોએ પ્રતિક્રિયા આપી છે.

    bollywood swara bhaskar joins rahul gandhi bharat jodo yatra shares photo
    સ્વરા ભાસ્કરે રાહુલ ગાંધીને આપ્યું ગુલાબ


    આ પણ વાંચો: ભારત જોડો યાત્રા: રાહુલ ગાંધી સાથે ચાલવા જતાં દિગ્વિજય સિંહ ઠેબે ચડ્યા, વાંક રસ્તાનો કાઢ્યો

    સ્વરા 'મિસિસ ફલાણી'માં જોવા મળશે

    વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સ્વરા ભાસ્કર છેલ્લે 'જહાં ચાર યાર'માં મોટા પડદા પર જોવા મળી હતી. આ ફિલ્મમાં સ્વરા સાથે મેહર વિજ, શિખા તલસાનિયા અને પૂજા ચોપરાએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. 'જહાં ચાર યાર'નું નિર્દેશન કમલ પાંડેએ કર્યું હતું. આ કોમેડી ડ્રામા ફિલ્મનું નિર્માણ વિનોદ બચ્ચને કર્યું હતું. આ સિવાય સ્વરા આવતા વર્ષે આવનારી ફિલ્મ 'મિસિસ ફલાણી'માં જોવા મળવાની છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Rahul gandhi latest news, Swara bhaskar

    विज्ञापन
    विज्ञापन