રીતિક રોશન ફરીથી કોરોના વાયરસના કારણે તેની Ex Wife સાથે રહેવા લાગ્યો

News18 Gujarati
Updated: March 25, 2020, 6:15 PM IST
રીતિક રોશન ફરીથી કોરોના વાયરસના કારણે તેની Ex Wife સાથે રહેવા લાગ્યો
રીતિક રોશન અને તેમનો પરિવાર

રિતિકે આ વાત માટે તેમની એક્સ વાઇફ સુજૈનનો આભાર માન્યો છે.

  • Share this:
રીતિક રોશન (Hritik Roshan) અને તેની એક્સ પત્ની સુજૈનના (Sussanne Khan) તલાકને લાંબો સમય થઇ ગયો છે. બંને પોત પોતાના જીવનમાં વ્યસ્ત છે. અને તલાક પછી પણ તે બંને પોતાના બાળકોના ઉછેરની તમામ જવાબદારી સાથે મળીને લઇ રહ્યા છે. વળી અવાર નવાર રિતિક તેના બાળકોને લઇને વેકેશન મનાવતો પણ નજરે પડે છે. પણ હવે કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે રીતિક રોશન અને તેની એક્સ પત્ની સુઝાને એક મહત્વનો નિર્ણય લીધો છે. જે માટે રીતિકે સુઝાનને પોસ્ટ લખીને આભાર વ્યક્ત કર્યો છે.

કોરોના વાયરસના કારણે બોલિવૂડના મોટાભાગના સ્ટાર ક્વારંટાઇનમાં છે. અને મોટાભાગનો સમય તે પોત પોતાના ઘરમાં વીતાવી રહ્યા છે. મંગળવારે પીએમ મોદીએ દેશભરમાં 21 દિવસનો લોકડાઉન લગાવી દીધો છે. તેવામાં પોતાના બાળકોથી દૂર ન રહેવાની અપીલને સુઝાને સ્વીકારી લીધી છે. અને બંનેએ સાથે રહેવાની શરૂઆત કરી છે. અને આ અંગે તેમણે સુઝાનનો એક ફોટો શેર કરી આભાર વ્યક્ત કરતી એક ઇન્સ્ટા પોસ્ટ પણ લખી છે.

રિતિકે આ પોસ્ટમાં લખ્યું છે કે દેશમાં જ્યારે લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે ત્યાં આ બધુ કેટલું લાંબુ ચાલશે તે કહી ના શકાય પણ આટલા લાંબા સમય સુધી પોતાના બાળકોથી દૂર રહેવું મારા માટે અશક્ય છે. એક તરફ જ્યારે આખી દુનિયા માનવતા બતાવી રહી છે. સાથે આવી રહી છે ત્યારે માતા-પિતા તરીકે સાથે જવાબદારી ઉઠાવી રહેલા તેવા મેં અને સુઝાને બાળકોને કોઇ પણ એક મા બાપથી દૂર રહેવાના બદલે લોકડાઉન આ સમય દરમિયાન સાથે રહેવાનું નક્કી કર્યું છે. થેક્યૂ સુજૈન કો પેરેન્ટિંગના આ સફરમાં આટલું સપોર્ટિવ અને સમજદાર બનવા માટે. આપણા બાળકો આપણી આ વાત આવનારા સમયમાં કહેશે. સાથે જ તેણે તમામ લોકોની સુરક્ષા અને સારા સ્વાસ્થય માટે પ્રાર્થના કરી હતી.

View this post on Instagram

. It is unimaginable for me, as a parent, to think of having to be separated from my children at a time when the country is practicing lockdowns. . It is heartwarming to see the world come together as one in this time of deep uncertainty and possibility of months of social distancing and potential lockdowns for several weeks perhaps . . While the world talks about humanity coming together, I think it represents more than just an idea especially for parents sharing custody of their kids. How to keep their kids close to them without infringing on the right of the other who also has an equal right to be with his/her children. . This is a picture of dear Sussanne (my ex wife) , who has graciously volunteered to temporarily move out of her home so that our children are not disconnected indefinitely from either one of us. . Thank you Sussanne for being so supportive and understanding in our journey of co-parenting. . Our children will tell the story we create for them. . I hope and pray that in order to safeguard the health of ourselves and our loved ones, we all find our way to express love, empathy, courage, strength with an open heart ❤️. . #beopen #bekind #bebrave #responsibility #coexist #empathy #strength #courage #oneworld #humanity #wecanfighththis #loveoverfear

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on


ઉલ્લેખનીય છે કે રીતિક રોશન અને સુજૈન 2014માં તલાક લીધો હતો. તે પછી તે અવાર નવાર પોતાના બાળકો માટે કરીને સમય સમયે સાથે નજરે પડે છે.
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर