Home /News /entertainment /સુષ્મિતાએ ખુદને ગિફ્ટ કરી મોંઘીદાટ ગાડી, કિંમત જાણીને લાગશે 'ઝટકો'!

સુષ્મિતાએ ખુદને ગિફ્ટ કરી મોંઘીદાટ ગાડી, કિંમત જાણીને લાગશે 'ઝટકો'!

ફોટોઃ @sushmitasen47

સુષ્મિતા સેનએ ખુદને એક આલીશાન કાર ગિફ્ટ કરી છે, જેનો વીડિયો તેણીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ વીડિયોમાં પૂર્વ બ્યૂટી ક્વિન પોતાની નવી લગ્ઝરી કાર બતાવી રહી છે. આ ગાડીની કિંમત જાણીને તમે પણ હેરાન રહી જશો.

    મુંબઈઃ જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં પૂર્વ બ્યુટી ક્વીન પોતાની નવી લક્ઝરી કાર ફેન્સને બતાવતી જોવા મળી રહી છે. તેણે તેની નવી કાર સાથે પોઝ પણ આપ્યો અને તસવીરો પણ શેર કરી. તો આ એક્ટ્રેસની આ નવી કારની કિંમત કેટલી છે, ચાલો તમને જણાવીએ.

    એક્ટ્રેસ અને પૂર્વ બ્યૂટી ક્વિન સુષ્મિતા સેનએ હાલમાં પોતાને એક ખૂબ જ મોંઘી અને શાનદાર ગિફ્ટ આપી છે. એક્ટ્રેસે ખુદને એક લગ્ઝરી કાર ગિફ્ટ કરી છે, જેની કિંમત હેરાન કરી દેનારી છે. ખુદને આપેલી આ ગિફ્ટની જાણકારી એક્ટ્રેસે જાતે જ આપી છે. સુષ્મિતાએ શનિવારે ઈન્સ્ટાગ્રામ પર એક બ્લેક મર્સિડીઝ એએમજી જીએલઈ 53 કૂપે સાથે પોતાની એક સેલ્ફી શેર કરી, જેમાં તેણી પોતાની નવી કાર સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.

    આ પણ વાંચોઃ 'માલતી મેરી જીવશે કે નહીં તે પણ ખબર નહોતી,' પ્રિયંકા ચોપરાએ કર્યો હચમચાવી નાંખનારો ખુલાસો

    આ લગ્ઝરી કારની કિંમત 1.91 કરોડ રુપિયા છે. જેના ફીચર્સ પણ જબરદસ્ત છે. આ કારમાં લાગેલું એન્જીન 6100 rpm પર 435PSનો પાવર અને 1800-5800rpmની પીક ટૉર્ક જનરેટ કરે છે. એટલું જ નહીં, આ કારમાં 9 સ્પીડ ટ્રાંસમિશન છે અને 4Matic AWD આપવામાં આવ્યુ છે. આ 5.3 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી ભાગી શકે છે. તેની ટૉપ સ્પીડની વાત કરીએ તો આ 250 કિમી પ્રતિ કલાકની સ્પીડ આપે છે.




    આ પણ વાંચોઃ આળસ આવી રહી છે યાર... ચાહકના સવાલનો કિંગ ખાને આપ્યો જવાબ, મન્નતની બહાર જોઈ રહ્યો હતો રાહ

    ફોટો શેરિંગ વેબસાઈટ પર શેર કરવામાં આવેલી ક્લિપમાં, બ્લેક કલરની કાર સાથે ઉભી રહીને પોઝ આપતી જોવા મળી રહી છે, ખાસ વાત એ છે કે સુષ્મિતાએ પણ બ્લેક આઉટફિટ પહેરેલું જોવા મળે છે. ગાડીઓની કિંમત બતાવનારી વેબસાઇટ કાર દેખો અનુસાર મુંબઈમાં આ કારની કિંમત 1.63 કરોડ રુપિયા (એક્સ-શોરુમ) અને 1.92 કરોડ રુપિયા (ઑન-રોડ) છે.



    તેણીએ ક્લિપને કેપ્શન આપ્યુઃ અને જે મહિલા ડ્રાઇવ કરવાનું પસંદ કરે છે. તે ખુદને આ શક્તિશાળી સુંદર ગિફ્ટ આપે છે. તે ખુદને એક શક્તિશાળી સુંદર ઉપહાર આપે છે. તેણીએ મર્સિડીઝનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે તેણીએ લખ્યુ, 'આ યાદગાર અનુભવ રહ્યો'. ત્યારબાદ તેણીએ કાર સાથે એક તસવીર શેર કરી અને કેપ્શન આપ્યુઃ બ્યૂટી એન્ડ ધ બેસ્ટ #yourstruly #officialpicture ઓલ લવ લવ!!!
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Bollywood બોલિવૂડ, Entertainment news, Sushmita Sen, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन